29મી જાન્યુઆરીના છે મૌની અમાસ: પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે અચૂક કરો આ કામ…
મૌની અમાવસ્યાનું આપણે ત્યાં ખૂબ જ મહત્ત્વ છે અને આ વખતે મૌની અમાવસ્યા 29મી જાન્યુઆરીના આવી રહી છે અને આ દિવસે મૌની અમાવસ્યાનું વ્રત રાખવામાં આવે છે. માઘ મહિનાની અમાસને માઘી અમાસ તરીકે પણ ઓળખાવવામાં આવે છે.
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર મૌની અમાવસ્યાના દિવસે રાહુ-કેતુ અને પિતૃ દોષ નિવારવા માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે. આજે અમે અહીં તમને આવા જ કેટલાક કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
⦁ રાહુ-કેતુના દોષથી મુક્તિ મેળવવા માટે શિવજીના મંદિરે જાવ. શિવજીને એક રૂદ્રાક્ષ અર્પણ કરો, ધૂપ કરીને માળા પર 108 વખત શિવજીના નામનો જાપ કરો. ત્યાર બાદ આ માળાને પોતાની પાસે રાખો કે પછી તમારા જીવનમાં રાહુ-કેતુ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.
⦁ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે કોઈ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરો. સ્નાન દરમિયાન આઠથી નવ ડૂબકીઓ લગાવો. પાણીમાં તલ મિક્સ કરીને એ પાણીથી સૂર્યને અર્ધ્ય આપો. ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કર. ત્યાર બાદ પિતૃઓની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરો. કોઈ ગરીબ અને જરૂરિયાતમંગ વ્યક્તિને ભોજન અને વસ્ત્રનું દાન કરો.
⦁ પિતૃઓની કૃપા મેળવવી હોય તો આ દિવસે દક્ષિણ દિશામાં મોઢું કરીને બેસો અને ઓમ સર્વ પિતૃ પ્રસન્નો ભવ ઓમનો જાપ કરો. આ સિવ્યા નિર્ધન વ્યક્તિને ભોજન અને વસ્ત્રનું દાન કરો. એવું કહેવાય છે કે પિતૃઓની કૃપા થતાં વ્યક્તિઓનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને જીવનમાં સુખ-શાંતિની કમી નથી રહેતી.
