July 1, 2025
નેશનલ

કાશ્મીરમાં પહેલી વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ સફળતાપૂર્વક પૂરોઃ દુનિયાના ઊંચા રેલ બ્રિજ પર દોડી…

Spread the love

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં વંદે ભારત ટ્રેને રિયાસીમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચિનાબ પુલ પરથી પસાર થઈ, જ્યાં વંદે ભારત ટ્રેને પોતાનો ટ્રાયલ પૂરો કર્યો હતો. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (યુએસબીઆરએલ) પર સ્થિત છે. ગયા અઠવાડિયા દરમિયાન ઉધમપુર-શ્રીનગર બારામુલ્લા રેલ લિંક (યુએસબીઆરએલ) પર સફળતાપૂર્વક ટ્રાયલ પાર પાડવામાં આવ્યો હતો, જેમાં દેશના દરેક ખૂણામાં વંદે ભારત દોડ્યા પછી કાશ્મીરમાં પહેલી વંદે ભારત દોડી હતી.

દુનિયાના સૌથી ઊંચા રેલ બ્રિજ પરથી ટ્રેનનો ટ્રાયલ હાથ ધરાયો
આ ટ્રાયલ રન કટરા-બડગામ રેલવે ટ્રેક પર કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં કૂલ અઢાર કોચ છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં રેલવે કનેક્ટિવિટી માટે અનેક રેલવે લાઈનનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે દુનિયાના સૌથી ઊંચા રેલ બ્રિજ પરથી ટ્રેનનું ઓપરેશન રેલવે બોર્ડે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

વંદે ભારત ટ્રેન પ્રવાસીઓ માટે ભાડું પરવડે એવું હશે
વંદે ભારત ટ્રેનને કાશ્મીર સ્પેશયલ બનાવી છે. રેલવે વતી જણાવવામાં આવ્યું હતું કે આ વંદે ભારત ટ્રેનને કાશ્મીરના હવામાનને ધ્યાનમાં રાખીને બનાવી છે. આ વંદે ભારત ટ્રેન પ્રવાસીઓ માટે ભાડું પરવડે એવું હશે તેમ જ મુસાફરી વધુ કમ્ફર્ટેબલ હશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કટરાથી બનિહાલનું અંતર 90 મિનિટમાં પૂરું થશે
વંદે ભારત ટ્રેન મારફત કટરાથી બનિહાલનું અંતર 90 મિનિટમાં પૂરું કરી શકાશે. આ ટ્રેનની ભેટ આવતીકાલે કાશ્મીરને મળશે. આ ટ્રેનની મુસાફરી વખતે તમને ભારતના સ્વર્ગ ગણાતા કાશ્મીરનો નજારો જોવા મળશે. ઊંચા પહાડો અને નદીઓ પરના બ્રિજ પરથી આ ટ્રેન કલાકના 160 કિલોમીટરની રફતારથી દોડશે.

માઈનસ 30 ડિગ્રીના તાપમાનમાં પણ દોડવા માટે સક્ષમ
કાશ્મીર ખીણમાં શિયાળા દરમિયાન માઈનસમાં તાપમાન પહોંચી જાય છે, તેમાંય વળી આ ટ્રેન માઈનસ 30 ડિગ્રીના તાપમાનમાં પણ દોડવા માટે સક્ષમ બનાવી છે. આ ટ્રેનની સીટિંગ એરેન્જમેન્ટથી લઈને ટ્રેનના લોકો પાઈલટ માટે પણ વિઝિબિલિટી પ્રૂફ બનાવી છે, જેથી ટ્રેનની ઓપરેશન સિસ્ટમ પર અસર પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!