July 1, 2025
લાઈફ સ્ટાઈલ

ઘરમાં પૈસા નથી ટકતા? તમે તો કરતાં નથી ને આ ભૂલ, દેવામાં ડૂબી જશો…

Spread the love

આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં અનેક એવી ભૂલો વિશે જણાવવામાં આવ્યું છે કે જો એ ભૂલો કરવામાં આવે તો ઘરમાં હંમેશા પરેશાનીઓ અને મુશ્કેલીઓ આવતી જ રહે છે. આ ભૂલોને કારણે ઘરમાં ગમે એટલા પૈસા કેમ ના આવે પણ તેમ છતાં પૈસા ટકતા નથી. આજે અમે અહીં તમને આવી ચાર ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અનીતિનો પૈસો: આચાર્ય ચાણક્ય કહે છે કે જે ઘરમાં ખોટી રીતે કમાવેલા પૈસા આવતા હોય એવા ઘરોમાં હંમેશા મુશ્કેલીઓ અને સમસ્યાઓ આવતી રહે છે. ગમે એટલી પણ કમાણી કેમ ના કરો પણ ઘરમાં પૈસાની હંમેશા જ તંગી રહે છે. એટલું જ નહીં પણ આ ઘરમાં ક્યારેય ખુશહાલી નથી આવતી અને ઘરમાં બરકત પણ નથી રહેતી.

ક્લેશથી દૂર રહો: આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર ઘરમાં ક્યારેય કલહ-ક્લેશનો માહોલ ના હોવો જોઈએ. જો ઘરમાં કોઈ પણ કારણ વિના કલહ થાય છે તો જેમ બંને તેમ ઝડપથી તેને ઉકેલી લો. જે ઘરમાં હંમેશા ક્લેશ થાય છે એવા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે.

ભગવાનનું નામ ના લેવાય: જે ઘરોમાં ભગવાનની પૂજા-અર્ચના ના થતી હોય કે ભગવાનનું નામ ના લેવાતું હોય એવા ઘરોમાં પણ લક્ષ્મી ટકતી નથી અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં પૈસાની રેલમછેલ રહે તો હંમેશા ઘરમાં ધાર્મિક કાર્ય અને ભગવાનનું નામ લેવાતું રહેવું જોઈએ. આવું કરવાથી ઘરમાં બરકત રહે છે.

વડીલોનું અપમાન ના કરો: જે ઘરમાં ઘરના વડીલોનું અપમાન થતું હોય એવી જગ્યાથી લક્ષ્મી દૂર રહે છે. આ સિવાય સાધુ-સંતોનું ક્યારેય અપમાન ના કરવું જોઈએ. આવું કરવાથી દેવી-દેવતાઓ નારાજ થઈ જાય છે અને ઘરમાં પૈસા નથી ટકતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!