July 1, 2025
ઈન્ટરનેશનલ

હમાસે ત્રણ મહિલાને મુક્ત કરી, ઈઝરાયલે ભારતનો માન્યો આભાર, જાણો કેમ?

Spread the love

Ceasefire in Gaza: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી પહેલા યુદ્ધનો લગભગ અંત નજીકમાં છે. બંને વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત સાથે બંને દેશના કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે ત્યારે તાજેતરમાં હમાસના આતંકવાદીઓએ ત્રણ મહિલાને મુક્ત કરી ત્યારે ઈઝરાયલે ભારતનો આભાર માન્યો હતો.
હવે તમારા મનમાં સવાલ થાય કે ઈઝરાયલે ભારતનો શા માટે આભાર માન્યો હતો તો વિગતે વાત કરીએ. યુદ્ધવિરામના અહેવાલ વચ્ચે ભારતમાં ઈઝરાયલના રાજદૂત રિયુવેન અજારે રવિવારે પોતાના દેશનું સમર્થન આપવા માટે ભારતનો આભાર માન્યો હતો. બંને પક્ષો વચ્ચે પંદર મહિના પછી યુદ્ધ વિરામની સમજૂતી કરવામાં આવી છે.
સાતમી ઓક્ટોબર, 2023ના ઈઝરાયલ પર હમાસના હુમલા પછી યુદ્ધની શરુઆત થઈ હતી. આ સમજૂતીથી ગાઝામાં યુદ્ધ રોકવા અને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઈઝરાયલના નાગરિકોને મુક્ત કરવાથી રાહત થઈ છે. સમજૂતી અનુસાર હમાસે ત્રણ બંધકોને રવિવારે છોડી મૂક્યા હતા. ત્રણ બંધકોને રેડકોર્સની ટીમે આઈડીએફને સુપર્દ કરવામાં આવ્યા હતા.
દરમિયાન ઈઝરાયલે ભારતનો આભાર માન્યો હતો. ઈઝરાયલના દૂતાવાસ દ્વારા જારી એક વીડિયોમાં જણાવ્યું હતું કે આત્મરક્ષા કરવા માટે અમારા અધિકારનું સમર્થન કરવા માટે ભારત સરકારનો આભાર માનીએ છીએ. અમે ખાસ કરીને ભારતીય લોકોના સમર્થનની પણ સરાહના કરીએ છીએ.


ઈઝરાયલે સાતમી ઓક્ટોબર, 2023ના હમાસ દ્વારા કરવામાં આવેલા શહેરી વિસ્તારો પરના હુમલાના જવાબમાં ઈઝરાયલે ગાઝામાં મોટો હુમલો કર્યો હતો. હસામ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત સરકારે પણ શાંતિનું આહ્વાન કર્યું હતું. દરમિયાન ભારતે જણાવ્યું હતું કે ગાઝા સીઝફાયર સમજૂતીનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બંધકોની મુક્તિ અને ગાઝામાં યુદ્ધવિરામ માટે સમજૂતીની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!