SaifAliKhanStabbing: સૈફ અલી ખાનને ‘હુમલો’ કેટલામાં પડ્યો, ક્યારે મળશે હોસ્પિટલમાંથી રજા?
મુંબઈઃ સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યા પછી ગંભીર રીતે ઘવાયા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પંચાવન વર્ષના અભિનેતા સૈફ અલી ખાનની સારવાર માટે 35 લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે ક્યાં સુધીમાંથી હોસ્પિટલમાંથી રજા અંગે જણાવ્યું છે.
પટૌડી ખાનદાનના નવાબ અને બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યા પછી બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘરમાં ઘૂસીને ચાકુ વડે હુમલો કર્યા પછી હુમલોખોર ભાગી ગયો છે. હુમલાખોરને પકડવા માટે પોલીસ પ્રશાસન દ્વારા વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યા પછીના ત્રણ દિવસ પછી ગુનેગાર પકડાયો નથી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈફ અલી ખાન પાછળ 35 લાખ રુપિયાનો ખર્ચ થઈ ગયો છે, જ્યારે હજુ ખર્ચમાં વધારો થઈ શકે છે. ડોક્ટરની ટીમ દ્વારા જણાવાયું છે કે સૈફ અલી ખાન રિકવર થઈ રહ્યો છે.
ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે ધીમે ધીમે ચાલવાની કોશિશ કરી રહ્યા છે. હોસ્પિટલના ખર્ચ વચ્ચે વીમાની જાણકારી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. સૈફ અલી ખાનને 16મી જાન્યુઆરી કેશલેશ સારવારનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સૈફની સર્જિકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પાંચ દિવસનો સ્ટે છે.
હોસ્પિટલમાંથી સૈફ અલી ખાનને 21મી જાન્યુઆરી સુધીમાં છૂટ્ટી મળી શખે છે. એટલું જ નહીં, સારવારનો કૂલ ખર્ચ 35.98 લાખ રુપિયા થયો છે, જેમાં 25 લાખ રુપિયા વીમાના મંજૂર કરવામાં આવ્યા છે. સૈફ અલી ખાન પર રાતના 2.30 વાગ્યાના સુમારે હુમલો થયો હતો, જેમાં ગરદન અને ખભા પર ઈજા પહોંચી હતી.
ડોક્ટરે કહ્યું હતું કે સૈફ અલી ખાનની તબિયત સારી છે અને કોઈ પણ જાતના દુખાવા વિના ચાલી શકે છે. સૈફ અલી ખાનને ત્રણેક દિવસમાં રજા આપી શકાય છે. અહીં એ જણાવવાનું કે સૈફ અલી ખાન પરના હુમલા પછી લોહીથી લથપથ સ્થિતિમાં દીકરા સાથે સૈફ હોસ્પિટલમાં આવ્યો હતો. ડોક્ટરે સૈફને રિયલ હીરો પણ ગણાવ્યો હતો. બાંદ્રામાં સલમાન ખાનના ઘર પર હુમલા પછી બાબા સિદ્દિકીની હત્યા પછી સૈફ અલી ખાનના ઘરમાં હુમલો કરવાથી નાગરિકોની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે.