December 20, 2025
ટોપ ન્યુઝમુંબઈ

મુંબઈગરાનો પ્રવાસ બનશે Superfast: કલાકની 80 કિલોમીટરની સ્પીડ પર દોડશે Metro…

Spread the love

મુંબઈઃ ‘મુંબઈ ઈન મિનિટ્સ’ની દિશામાં એમએમઆરડીએ (MMRDA) દ્વારા મહત્ત્વનું પગલું લીધું છે. મુંબઈ મેટ્રો લાઈન-7 અને 2એના રૂટ પર હવે કલાકના 50થી 60 કિલોમીટરને બદલે 80 કિલોમીટરની સ્પીડે મેટ્રો દોડાવવામાં આવશે. મેટ્રોનું ફૂલ સ્પીડમાં સંચાલન કરી શકાય એ માટે સીસીઆરએસ (CRS) પાસેથી મંજૂરી મળી છે. મેટ્રો લાઈન 7 અને 2એ બંને માટે સેફ્ટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
રેડ અને યલો લાઈનને મળ્યું નોર્મલ સેફ્ટી ફંક્શન સર્ટિફિકેટ
મુંબઈના મેટ્રો નેટવર્ક માટે મહત્ત્વનો તબક્કો પાર કરતાં સીસીઆરએસ (નવી દિલ્હી)એ મુંબઈ મેટ્રો લાઈન 7 (રેડ લાઈન) અને મેટ્રો લાઈન 2એ (યલો લાઈન) બંને રૂટ પર નોર્મલ ફંકશન માટે સેફ્ટી સર્ટિફિકેટ આપ્યું છે. આ બંને લાઈન્સનું સંચાલન એમએમઆરડીએ દ્વારા કરવામાં આવે છે અને મુંબઈના ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવામાં પણ આ બંને લાઈન્સ ખૂબ જ મહત્ત્વની છે.
રોજના અઢી લાખથી વધુ પ્રવાસી કરે છે પ્રવાસ
મેટ્રો લાઈન 2એ દહીંસરથી ડીએમન નગર સુધીનું 18.6 કિલીમનું અંતર પાર કરે છે આ રૂટ પર 17 સ્ટેશન આવેલા છે. જ્યારે મેટ્રોલાઈન 7 અંધેરી (ઈસ્ટ)થી દહીંસર ઈસ્ટ વચ્ચેનું 16.5 કિમીના વિસ્તાર પર દોડાવવામાં આવે છે, જ્યાં 13 સ્ટેશન આવેલા છે. આ બંને રૂટ પર દરરોજ અઢી લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. અત્યાર સુધી કુલ 15 કરોડથી વધુ પ્રવાસીઓએ આ રૂટ પર પ્રવાસ કર્યો છે.
મેટ્રો ટૂ-સેવનનો ટ્રાફિકમુક્તિમાં મોટો ફાળો
એમએમઆરડીએ ડ્રાઈવરલેસ ટ્રેન સેટ્સ, સીબીટીસી સિગ્નલિંગ, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અને લેટેસ્ટ ટિકિટ ટેક્નોલોજી સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડીને મુંબઈને સુરક્ષિત, પર્યાવરણપૂરક મેટ્રો નેટવર્ક પૂરું પાડવાનું વચન પૂરું કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!