રાહુ, કેતુ અને શનિના ગોચરથી 2025માં આ રાશિના જાતકોના દુઃખોનો આવશે અંત, થશે લાભ જ લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવ્યું છે અને એની અસર દેશ-દુનિયા પર જોવા મળે છે. શરૂ થઈ રહેલાં નવા વર્ષમાં પણ અનેક મોટા અને મહત્ત્વના ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે. જેમાંથી રાહુ, કેતુ અને શનિનું ગોચર તો વિશેષ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આવો જોઈએ ક્યારે કયા ગ્રહનું થશે ગોચર-
મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 29મી માર્ચના શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. આ સિવાય રાહુ 18મી મેના કુંભ રાશિમાં અને કેત 18મી મેના જ સિંહ રાશિમાં ગોચર કરશે. આ ત્રણેય મોટા ગ્રહોનું ગોચર અમુક રાશિના જાતકોને ખૂબ જ લાભ કરાવી રહ્યું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ મેષ રાશિના જાતકો માટે રાહુ, કેતુ અને શનિનું ગોચર સારો સમય લઈને આવી રહ્યું છે. આ રાશિના જાતકોને કરિયરમાં નવા નવા લાભ થઈ રહ્યા છે. ધનલાભ થઈ રહ્યું છે. વિદેશયાત્રાના યોગ બની રહ્યા છે. જૂના વિવાદોનો અંત આવશે. માનસિક શાંતિ મળશે. આર્થિક પ્રગતિ પણ થશે.
કન્યાઃ કન્યા રાશિના જાતકોનું એક જ વર્ષમાં આ ત્રણે ગ્રહોનું થઈ રહેલું ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. શૈક્ષણિક અને રચનાત્મક ક્ષેત્રોમાં પ્રગતિ થશે. આ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં સુધારો આવશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વિદેશથી કામ કરી રહેલાં લોકોને સફળતા મળશે.
મીનઃ રાહુ, કેતુ અને શનિનું ગોચર મીન રાશિના જાતકો માટે પણ લાભદાયી સાબિત થશે. માનસિક સ્થિતિ મજબૂત બની રહી છે. પાર્ટનરશિપથી વેપારમાં લાભ થઈ રહ્યો છે. પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. આકસ્મિક ધન લાભ થઈ રહ્યો છે. રોકાણથી સારો એવો લાભ થઈ રહ્યો છે.