21મી સદીના બેસ્ટ એક્ટર્સની યાદીમાં આ કલાકારે ભારતનું નામ રોશન કર્યું
ચાર વર્ષ પહેલા આ ફાની દુનિયામાંથી અલવિદા કરી હતી…
વિદાય થયેલા 2024ના અંત સાથે 21મી સદીના બેસ્ટ એક્ટર્સની યાદી જારી કરવામાં આવી હતી. આ યાદીમાં દુનિયાના ટોચના અભિનેતાને સ્થાન મળ્યું છે,જ્યારે ભારતમાંથી ફક્ત એક જ કલાકારનો કર્યો છે સમાવેશ. ચોંકાવનારી વાત એ છે કે 21મી સદીના બેસ્ટ અભિનેતાની યાદીમાં સ્થાન પામનાર ભારતીય અભિનેતા આજની તારીખે આપણી વચ્ચે પણ નથી. છેને ગજબનો સંયોગ પણ ગૌરવની વાત ખરી. જાણીએ કોણ છે એ અભિનેતા અને ફિલ્મ ક્ષેત્રે યોગદાનની વાતો.

2025નો વર્ષને વધાવવાની લોકોએ તૈયારીઓ કરી લીધી છે ત્યારે ફિલ્મી દુનિયાના અગ્રણી ધ ઈન્ડિપેન્ડન્ટે એક યાદી જારી કરી છે, જેમાં 21મી સદીના સર્વશ્રેષ્ઠ અભિનેતાનો સમાવેશ કર્યો છે. આ યાદીમાં ફક્ત ભારતના જાણીતા પણ દિવંગત અભિનેતાને સ્થાન મળ્યું છે. આ યાદીમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન યા શાહરુખ ખાનને સ્થાન મળ્યું નથી. ધ ઈન્ડિપેન્ડન્ટે 21મી સદીના 60 સર્વશ્રેષ્ઠ અભિનેતાની યાદી જારી કરી છે, જેમાં 2,000થી વધુ ફિલ્મોના આધારે શ્રેષ્ઠતાનું તારણ કાઢ્યું હતું. ભારતના સુપરસ્ટારની વાત કરીએ તો આ યાદીમાં દિવંગત અભિનેતા ઈરફાન ખાનને સ્થાન મળ્યું છે. આ યાદીમાં ઈરફાન ખાનને 41મો ક્રમ મળ્યો છે.
2020માં ઇરફાને દુનિયાને અલવિદા કર્યું ત્યારે તેની ઉંમર 53 વર્ષની હતી. ગંભીર બીમારીથી પીડાતા ઈરફાનનું નિધન થયું હતું. ફિલ્મી દુનિયામાં ઈરફાન ખાને 1980ના દાયકામાં એન્ટ્રી કરી હતી. ત્રણ દાયકાથી વધુ યોગદાન આપનારા ઈરફાન ખાને પોતાની કારકિર્દીમાં શ્રેષ્ઠ ફિલ્મો આપી હતી.
આસિફ કાપડિયાની ધ વોરિયર ફિલ્મે કિસ્મત ચમકાવી
વર્ષ 2001માં આસિફ કાપડિયાની ફિલ્મ ધ વોરિયરે ઈરફાન ખાનની કિસ્મત ચમકાવી. આ એક બ્રિટિશ ફિલ્મ હતી. આ ફિલ્મમાં કામ કરવાથી તેની પ્રશંસા થઈ હતી. આ ફિલ્મમાં ઈરફાનની એક યોદ્ધાની ભૂમિકા હતી, તેથી તેને બેસ્ટ અભિનેતાની યાદીમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ઈરફાનની દૃઢતા અને ધીરજ બંને જોવા મળી હતી. એના પછી ઈરફાન ખાને 2003માં ગેંગસ્ટર ડ્રામા મકબૂલ, મીરા નાયરની રોમાન્ટિક ડ્રામા ધ નેમસેકમાં કામ કરીને ચાહકોના દિલ જીત્યા હતા. આ ઉપરાંત, લાઈફ ઈન ઈ મેટ્રો, ધ દાર્જિલિંગ લિમિટેડ, સ્લમડોગ મિલિયનર, પાનસિંહ તોમર, લાઈફ ઓફ પાઈ, ધ લંચબોક્સ, કિસ્સા, હૈદર, પીકુ, તલવાર, હિંદી મિડિયમ, સિંગલ અને અંગ્રેજી મિડિયમમાં આગવી ભૂમિકા ભજવીને ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું હતું.
21મી સદીના સર્વશ્રેષ્ઠ કલાકારોમાં બીજા કોને મળ્યું સ્થાન
ધ ઈન્ડિપેન્ડન્ટે જણાવ્યું છે કે સર્વશ્રેષ્ઠ અભિનેતામાં સીમોર હોફમેનને પણ સ્થાન મળ્યું છે, જેમનું 2014માં 46 વર્ષે નિધન થયું હતું. મહિલા કલાકારોમાં એમ્મા સ્ટોનને બીજું સ્થાન મળ્યું છે. એમ્મા સ્ટોનની ફિલ્મોની યાદીની વાત કરીએ તો ક્રેઝી, સ્ટુપિડ, લવ, લા લા લેન્ડ, ધ ફેવરેટ અને પુઅર થિંગ્સ વગેરેમાં અભિનય માટે તેની નોંધ લેવામાં આવી હતી, જ્યારે ત્રીજા ક્રમે ડેનિયલ ડે-લુઈસને સ્થાન મળ્યું છે.
