December 20, 2025
હેલ્થ

કેલ્શિયમના મામલે દૂધનો બાપ છે તલ, જાણો સેવન કરવાના ફાયદા?

Spread the love

હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ વધારે જરુરિયાત છે. હાડકાને મજબૂત કરવા માટે લોકો દૂધનું સેવન કરે છે, પરંતુ કાલા તલનું સૌથી વધુ ફાયદાકારક રહે છે. ડાયેટમાં તલને સામેલ કરવાથી વ્યક્તિના એક-એક હાડકાને મજબૂત કરે છે. કેલ્શિયમની મજબૂતાઈ માટે માટે ખાસ કરીને લોકો દૂધ અને દૂધથી બનાવેલી વિવિધ વસ્તુઓનું સેવન કરે છે. ખાસ તો હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમનું સેવન કરવાનું પડકારજનક હોય છે.
આ સંજોગોમાં કાળા તલને ડાયેટમાં સામેલ કરવાથી ફાયદાકારક સાબિત થાય છે. કાળા તલમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે. કાળા તલમાં કેલ્શિયમ જ નહીં, પરંતુ સર્વોત્તમ સ્ત્રોત છે. કાળા તલમાં કેલ્શિયમની સાથે હાડકાના વિકાસ માટે પણ વિશેષ પોષક તત્વો રહેલા છે. ચાલો જાણીએ કાળા તલનું સેવન કરવાના ફાયદા શું છે અને યોગ્ય રીતે ખાવાનું લાભદાયક રહે છે.
દૂધમાં 100 મિલિલીટરમાં લગભગ 123 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે, જ્યારે કાળા તલમાં 1,286 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. તલમાં કેલ્શિયમની માત્રા દૂધથી વધારે હોય છે. જો તમને દૂધ પીવાનું મન થતું ના હોય તો કાળા તલનું સેવન કરવાનું ફાયદાકારક રહે છે.
કાળા તલમાં ફક્ત કેલ્શિયમ જ નહીં, પરંતુ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો મળે છે, જે આરોગ્ય માટે જરુરી છે. એના સિવાય કાળા તલમાં ઝિંક પણ હોય છે. હાડકામાં ડેન્સિટીને વધારે રહે છે. હાડકાને બરડ અથવા તોડતા પણ અટકાવે છે. તલનું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીને દૂર કરવામાં મદદ કરે છે.
કાળા તલનું સેવન સંધિવા જેવી સમસ્યામાંથી પણ રાહત મેળવવામાં મદદરૂપ છે. કાળા તલમાં એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સાંધાના સોજાને ઘટાડી શકે છે અને દુખાવામાં રાહત આપે છે. કાળા તલને તમે કાચા પણ ખાઈ શકો છો. ક્યારેક તમે પલાળીને પણ ખાઈ શકો છો. સવારે ખાલી પેટે ખાવાનું પણ ફાયદાકારક રહે છે. કાળા તલને તમે પૌંઆ, સલાડ, શાકભાજી, નૂડલ્સ વગેરેમાં પણ ખાઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!