December 20, 2025
નેશનલ

ડો. મનમોહન સિંહના નિધન પછી પૂર્વ બોડીગાર્ડે શ્રદ્ધાંજલિ આપીને કરી મોટી વાત…

Spread the love

દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષે નિધન થયું. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મનમોહન સિંહનું યોગદાન ભારતીય અર્થતંત્રમાં જ નહીં, પણ પૂરી દુનિયામાં યાદ કરવામાં આવશે. ડો. મનમોહન સિંહના નિધન પછી તમામ નેતાઓ અને વિપક્ષના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને શિવરાજ સિંહ ચૌહાણ સહિત અન્ય નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી, ત્યારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા તેમના પૂર્વ બોડીગાર્ડે તેમને યાદ કરીને અનેક કિસ્સા જણાવ્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના મંત્રી અને પૂર્વ પોલીસ અધિકારી અસીમ અરુણે મનમોહન સિંહને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. એક જમાનામાં અસીમ અરુણ મનમોહન સિંહના એસપીજી ટીમમાં બોડીગાર્ડ હતા. અસીમ અરુણે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા તેમની સાદગી અંગે સૌથી મોટી વાત જણાવી હતી.


અસીમ અરુણે સોશિયલ મીડિયા પર ડો. મનમોહન સિંહ સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું હતું કે હું 2004થી લગભગ ત્રણ વર્ષ માટે તેમનો બોડીગાર્ડ રહ્યો હતો. એસપીજીમાં પીએમની સુરક્ષામાં ક્લોઝ પ્રોટેક્શનનું કામનું નેતૃત્વ કરવાનું મને મળ્યું હતું. એઆઈજી સીપીટી, એવી વ્યક્તિ હોય છે પીએમથી ક્યારેય દૂર રહી શક્તિ નથી. જો એક જ બોડીગાર્ડ હોય તો તે જ ફક્ત રહે છે. આ સંજોગોમાં મારી જવાબદારી તેમના પડછાયો થઈને રહેવાની હતી.
અરુણ અસીમે આગળ લખ્યું હતું કે ડોક્ટર સાહેબની ફક્ત એક જ કાર હતી મારુતિ 800, જે પીએમ હાઉસમાં ચકચકીત બ્લેક બીએમડબલ્યુના પાછળ રહેતી હતી. મનમોહન સિંહ મને વારંવાર કહેતા હતા મને કારમાં જવાનું પસંદ નથી. મારી કાર તો મારુતિ છે. મને લાગતું કે સાહેબ આ તમારા માન-મોભા પ્રમાણેની કાર નથી. ઘણી બધી મહત્ત્વની વાત અસીમ અરુણે પોસ્ટમાં લખી હતી.
યોગી સરકારમાં છે મંત્રી
આ એ જ અસીમ અરુણ છે, જેમને એનએસજીમાંથી બ્લેક કેટ કમાન્ડો ટ્રેનિંગ મેળવનારા સૌથી પહેલા આઈપીએસ અધિકારી 2004માં બન્યા હતા. હાલમાં તેઓ યાગી સરકારમાં મંત્રી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજના તમામ રાષ્ટ્રીય કાર્યક્રમો રદ્દ કર્યાં છે. મનમોહન સિંહે લાંબા સમયથી આરોગ્ય સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!