Raj Kapoor Special (3): અને ‘એ’ પોઝ RK બેનરનો સિમ્બોલ બની ગયો…
રાજ કપૂર એક ઉત્તમ અભિનેતા હતા, પણ ડાયરેક્ટર બન્યા પછી તેમની ચર્ચા ફિલ્મોની સાથે તેમની અભિનેત્રીઓની વિશેષ થતી હતી. તેમને શો મેન કહેવાતા, જ્યારે ફિલ્મી પડદા પર પોતાની સાથે સામાન્ય લોકોની જિંદગીને બહુ સારી રીતે રજૂ કરતા હતા. બીજી બાજુ ફિલ્મોમાં અભિનેત્રીઓનો ઉપયોગ શો-પીસના માફક કરતા હોય એમ લાગતું. આ બાબતથી અનેક લોકો સંમત થતા નથી, પરંતુ એમાં આંશિક સચ્ચાઈ તો ખરી. ચાલો તેમની ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રીઓની વાત કરીએ.
રિયલ લાઈફ નહીં ફિલ્મોમાં લોકપ્રિય જોડી બની
રાજ કપૂરની ફિલ્મોમાં નર્ગિસ દત્તની જોડી સુપરહીટ રહી હતી. રિયલ લાઈફમાં બંને એકબીજાના થઈ શક્યા નહોતા, પરંતુ ફિલ્મોમાં લોકપ્રિય રહ્યા હતા. નર્ગિસ દત્ત સાથે જાણીતી ફિલ્મોની વાત કરીએ તો આહ, બરસાત. આવારા, શ્રી 420 જેવી ફિલ્મોમાં લોકોને બંનેની જોડી વિશેષ પસંદ પડી હતી. અને આ જ જોડીનું વાયોલિન હાથમાં હોય એ રોમાંટિક પોઝ રાજ કપૂર બેનરનો સિમ્બોલ બની ગયો હતો. એ જમાનામાં રાજ કપૂર અને નર્ગિસ દત્તની લવ સ્ટોરી પણ પસંદ પડી હતી.
આવારા, બરસાત ફિલ્મના ડ્રીમ પોઝ છવાયા
નર્ગિસ સાથેના યાદગાર સીનની વાત કરીએ તો આવારા ફિલ્મમાં ડ્રીમ પોઝ હોય કે બરસાત ફિલ્મમાં કાશ્મીરનું રોમાંટિક દૃશ્ય. રાજ-નર્ગિસનો પ્રેમ બહારની દુનિયા જ નહીં, ફિલ્મી દુનિયામાં જોવા મળતો હતો. પ્યાર હુઆ ઈકરાર હુઆ, મુઝે કિસી સે પ્યાર હો ગયા, દમ ભર જો ઉધર મૂંહ ફેરે વગેરે અનેક ગીતો બંનેના પ્રેમના પુરાવા હતા. વાસત્વમાં રાજ કપૂરના એ સિમ્બોલ નર્ગિસને આજીવન સમર્પણ થઈ ગયો હતો.
રાજ કપૂર અભિનેત્રીઓને મોહી લેતા અને
નર્ગિસ સિવાય રાજ કપૂરની અભિનેત્રી તરીકે વૈજંતી માલાનું નામ લેવાય છે. ફિલ્મ સંગમમાં રાજ કપૂર સાથે સુપર અભિનય કર્યો હતો. અનેક ફિલ્મો કર્યા પછી સંગમ ફિલ્મમાં રાજ કપૂરની ઉંમર જોવા મળતી હતી, જ્યારે ફિલ્મમાં તેનો આડકતરી રીતે પરિચય થાય છે. ફિલ્મનું જાણીતું ગીત મૈં ક્યા કરું રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા. આ ગીતે લોકજીભે ચઢાવી દીધા હતા. આધેડ વય પછી પુરુષ પ્રેમ કરી શકે છે અને જીવન સારી રીતે વીતાવી શકે છે. એમના માટે એવું કહેવાય છે કે તેમની ફિલ્મોમાં અભિનેત્રીને મોહી લેતા, તેને પ્રેમ કરવા લાગતા અને અફકોર્સ અભિનેત્રી પણ.
સંગમ ફિલ્મ માટે કહેવાય છે કે વૈજંતી માલાને લઈ રાજ કપૂર રાજેન્દ્ર કુમાર સાથે ઝઘડી પડ્યા હતા. એક વખત વૈજંતી માલા શૂટિંગના કારણે સમય કાઢી શક્તી નહોતી, ત્યારે રાજ કપૂરે વૈજંતીને લેટર લખ્યો હતો અને પૂછ્યું હતું કે સંગમ હોગા કે નહીં. બસ આ જ પ્રણયત્રિકોણ પર ફિલ્મ બની અને નામ આપ્યું હતું સંગમ. સંગમ ફિલ્મની કથાવસ્તુ, સંગીત, ગીત અને કલાકારોએ ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ફિલ્મની કથાવસ્તુના આધારે અનેક ફિલ્મો બની હતી.
સાધના કરતા નૂતને રાજ કપૂર સાથે વધુ કામ કર્યું
અન્ય અભિનેત્રીને વાત કરીએ તો રાજ કપૂર સાથે સાધના અને નૂતને પણ કામ કર્યું હતું.સાધનાનું રાજ કપૂર સાથે જામતું નહીં એ વાત આખી દુનિયા જાણતી હતી, પરંતુ એનું કારણ ક્યારેય કોઈને ખબર પડી નહોતી. સાધનાએ રાજ કપૂર સાથે એક ફિલ્મ કરી હતી. આ ફિલ્મ દુલ્હા દુલ્હન. બંને શૂટિંગ પર જતા હતા, પરંતુ એકબીજા સાથે વાત કરતા નથી. આ ફિલ્મ પણ ચાલી નહીં. પણ એ જમાનામાં સાધના યુગ હતો. તેના હેર કટને લઈ છોકરીઓમાં છવાયેલી રહેતી. દુલ્હા દુલ્હન આરકે બેનર હેઠળ બનાવી નહોતી, જ્યારે સાધના-રાજની જોડીને ક્યારેય ચર્ચા પણ થઈ નહોત. સાધના કરતા રાજ કપૂર સાથે નૂતને વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
અન્ય અભિનેત્રી સાથે કામ કરવા છતાં નર્ગિસ-રાજની જોડી સફળ રહી
અનાડી ફિલ્મમાં રાજ અને નૂતનની જોડી હતી. અનાડી, છલિયા, દિલ હી તો હૈ, ફિલ્મ હી ફિલ્મ અને કનૈયા. આ બધી ફિલ્મોમાં અનાડી લોકોને ગમી હતી. આ ફિલ્મ સફળ રહી હતી, પરંતુ નર્ગિસ જેટલી તો નહીં જ એવું ફિલ્મ નિષ્ણાતો કહેતા. આ ઉપરાંત, ડ્રીમગર્લ હેમા માલિનીને પણ રાજ કપૂર સાથે કામ કરવાની ઈચ્છા હતી, જેમાં સપનો કો સોદાગરમાં બંને જોવા મળ્યા હતા. આ ફિલ્મથી હેમાને ડ્રીમગર્લનું બિરુદ મળ્યું હતું.
રાજ કપૂર એક અભિનેતા સાથે શ્રેષ્ઠ ફિલ્મ ડાયરેક્ટર હતા એ વાત હકીકત હતી, પરંતુ તેમની ફિલ્મમાં અભિનેત્રીઓને કામ મળ્યા પછી તેમનું મહત્ત્વ પણ વધી ગયું હતું. રાજ કપૂરે અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું પણ નર્ગિસ સાથે શા માટે લગાવ હતો એની વાતો પછી ક્યારેક.