December 20, 2025
મનોરંજનરમત ગમત

Retirement: રવિચંદ્રન અશ્વિનને વિરાટ કોહલી, અનુષ્કા અને રણવીર સિંહ થયા ભાવુક, પોસ્ટ લખીને શુભેચ્છા આપી

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન નિવૃત્તિ જાહેર કરીને આ વર્ષે નિવૃત્ત થનારા ધુરંધર ક્રિકેટરમાં અશ્વિનનું નામ પણ લખાયું. આજે અશ્વિન ઘરઆંગણે ચેન્નઈ પહોંચ્યા પછી તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. અશ્વિનની નિવૃત્તિને કારણે ભારતીય ટીમને વધુ એક ઓલ રાઉન્ડરની ખોટ પડી છે. જોકે, સિનિયર ક્રિકેટર વિરાટ કોહલી સહિત અન્ય ક્રિકેટરને પણ અશ્વિનની વિદાયથી ઝટકો લાગ્યો હતો. વિરાટ કોહલીએ પણ શાનદાર ટવિટ કરીને અશ્વિનને શુભેચ્છા આપી હતી. અનુષ્કા શર્મા, રણવીર સિંહ સહિત અન્ય કલાકારોએ તો ભાવુક થઈને પોસ્ટ પણ લખીને શુભકામના આપી હતી.
વિરાટ કોહલીએ લાંબી લચક લખી પોસ્ટ
દરમિયાન ટીમ ઈન્ડિયાના કિંગ કોહલીએ પણ અશ્વિનને વધાવ્યો હતો. વિરાટ કોહલીએ પણ એક્સ હેન્ડલ પર લાંબી લચક પોસ્ટ લખી હતી. સોશિયલ મીડિયા પરના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે હું તમારી સાથે 14 વર્ષ સુધી રમ્યો છું અને તારા રિટાયર થવાની સાથે આજે તમામ દિવસો યાદ આવી ગયા. તારી સાથેની મારી જર્ની હંમેશ માટે યાદગાર રહેશે.


અશ્વિનની નિવૃત્તિની જાહેરાત પછી બોલીવુડના કલાકારોમાં સૌથી પહેલી પ્રતિક્રિયા અનુષ્કા શર્માની આવી હતી. અનુષ્કા શર્માએ અશ્વિન અને વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો હતો અને અશ્વિનને શુભકામના આપી હતી. દરમિયાન રણવીર સિંહે પણ ઈન્સ્ટાગ્રામ પર અશ્વિનને સ્ટોરીઝ સેક્શનમાં એક બેસ્ટ ખેલાડીમાંથી એક ગણાવીને આભાર માન્યો હતો. દરમિયાન અર્જુન કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝ સેક્શનમાં અશ્વિનને મહાન ક્રિકેટર ગણાવ્યો હતો. એક રિયલ ગેમ ચેન્જર બનાવવા માટે અશ્વિનનો આભાર. ધન્યવાદ અશ્વિન.
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ સ્પિન બોલર પૈકીના રવિચંદ્રન અશ્વિને બોર્ડર ગાવસ્કાર ટ્રોફી વચ્ચે બુધવારે અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાંસની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રોમાં પરિણ્મ્યા પછી અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેનાથી અશ્વિનના ચાહકોને પણ આંચકો લાગ્યો હતો.
અહીં એ વાત જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ વખતે જ અશ્વિને નિવૃત્તિ જાહેર કરી હતી. અશ્વિને 106 મેચમાં 537 વિકેટ લેવાનો વિક્રમ બનાવીને ટેસ્ટ મેચની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!