July 1, 2025
ટોપ ન્યુઝમુંબઈ

Black Wednesday: મુંબઈમાં સ્પીડ બોટે પેસેન્જરને બોટને મારી ટક્કર, 13 જણનાં મોત

Spread the love

Mumbai Boat Accident: મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી પેસેન્જર બોટને સ્પીડબોટે ટક્કર મારતા બોટ ઊંધી વળી ગઈ હતી. મળતી માહિતી અનુસાર અકસ્માત પૂર્વે એક બોટ પૂરપાટ ઝડપે પેસેન્જર બોટને ટક્કર મારી હતી. અકસ્માત પછી બચાવ કામગીરી માટે આવેલા જવાનોએ મહિલાઓ સહિત અન્ય પ્રવાસીઓને મદદ કરી હતી. વીડિયોમાં લાઈફ જેકેટમાં પ્રવાસીઓને બચાવતા જવાનો પણ જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં 13 પ્રવાસીનાં મોત થયા છે, જ્યારે 101 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ત્રણ જવાન સહિત 13 જણનાં મોત
આ અકસ્માત અંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે બપોરે 3.55 વાગ્યાના સુમારે નૌકાદળની એક બોટ નીલકમલ નામની પેસેન્જર બોટ સાથે ટકરાઈ હતી. આ અકસ્માત પછી સેંકડો લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ડઝનથી વધુ લોકો મોતને ભેટ્યાં હતા, જેમાં નેવીના ત્રણ જવાનનો પણ સમાવેશ થાય છે.


સ્પીડ બોટના એન્જિનમાં આવી ખરાબી
આ બનાવ એ વખતે બન્યો હતો, જ્યારે દરિયાના પરીક્ષણ માટે નીકળેલી નેવીની સ્પીડબોટના ચાલકે નિયંત્રણ ગુમાવતા પેસેન્જરને બોટને ટક્કર મારી હતી. નૌકાદળના નાવનું એન્જિન તાજેતરમાં બદલવામાં આવ્યું હતું અને એન્જિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. નૌકાદળની બોટમાં છ લોકો સવાર હતા, જેમાં નૌકાદળના સ્ટાફ અને એન્જિન આપનારી કંપનીના ચાર કર્મચારીનો સમાવેશ થયો હતો.
પેસેન્જર બોટમાં 110 લોકો હતા સવાર
મીડિયાના અહેવાલ અનુસાર પેસેન્જર બોટમાં લગભગ 110 લોકો સવાર હતા, જ્યારે નૌકાદળની બોટમાં બે નૌકાદળના જવાન સહિત ચાર સ્ટાફનો સમાવેશ થયો હતો. જોકે, અકસ્માત પછી નૌકાદળ, કોસ્ટગાર્ડ અને દરિયાઈ પોલીસના સંકલનને આધારે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ અભિયાનમાં નૌકાદળની 11 બોટ, ત્રણ દરિયાઈ પોલીસ અને એક કોસ્ટગાર્ડની બોટની મદદ લેવામાં આવી હતી. ઉપરાંત, ગુમ થયેલા લોકોને શોધખોળ માટે એસઓએસ અભિયાન અન્વયે ચાર હેલિકોપ્ટરને તહેનાત કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પ્રાથમિક દૃષ્ટિએ નૌકાદળની બોટચાલકે નિયંત્રણ ગુમાવતા પેસેન્જરને બોટને ટકરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!