કેન્સરની વેક્સિન થઈ ગઈ તૈયારઃ 2025માં લોન્ચ કરવાનો રશિયાનો દાવો
મોસ્કોઃ દુનિયામાં કોરોના મહામારીના માફક કેન્સરની બીમારીથી દુનિયા આખી પરેશાન છે ત્યારે રશિયન આરોગ્ય વિભાગે સૌથી મોટો દાવો કરતા જણાવ્યું છે કે તેમને કેન્સરની રસી વિકસાવી છે અને 2025માં વેક્સિનને લોન્ચ કરશે.
કેન્સરની બીમારીથી દુનિયા આખી પરેશાન છે ત્યારે રશિયન આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે કેન્સરની વેક્સિન વિકસાવી છે અને 2025માં લોન્ચ કર્યા પછી તમામ અસરગ્રસ્તોને ફ્રીમાં રસી આપવામાં આવશે.
કેન્સરગ્રસ્ત દર્દીઓને અપાશે ફ્રીમાં રસી
રશિયન આરોગ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રી કાપ્રિને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિન અંગે માહિતી આપી હતી. રશિયન આરોગ્ય મંત્રાલયના દાવા અનુસાર કેન્સર રસી વિકસાવી છે અને 2025માં રશિયાના કેન્સરગ્રસ્ત દર્દીઓને મફતમાં રસી આપવામાં આવશે.
વેક્સિનને હજુ નામ આપવામાં આવ્યું નથી
આરોગ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર કેન્સરની રસી વિકાસવી છે, જે દર્દીઓ માટે લાભદાયી નિવડી શકે છે. આમ છતાં તેનો ઉપયોગ ટ્યુમરને રોકવામાં આવશે. આ અગાઉ એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે રસીના દરેક શોટને વ્યક્તિગત રીતે દર્દી માટે તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ દેશોમાં પણ આ જ પ્રકારની રસી વિકસાવવામાં આવી રહી છે. હાલમાં રશિયાએ જે વેક્સિન વિકસાવી છે તેનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. આ રસી દરેક કેન્સરના રોગી માટે કારગત નિવડી શકે છે.
કયા કેન્સર માટે કારગત નિવડે એ સ્પષ્ટ નથી
રશિયાએ કેન્સરની રસી વિકસાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ કઈ કેન્સરની બીમારી માટે કારગત નિવડી શકે છે એ વૈજ્ઞાનિકોએ જણાવ્યું નથી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે હાલના તબક્કે એ સ્પષ્ટ થઈ શકે એમ નથી કે કઈ કેન્સરની બીમારી માટે અસરકારક સાબિત થઈ શકે છે. અન્ય દેશમાં કેન્સરની બીમારીના નિરાકરણ માટે સંશોધન ચાલુ છે. આ અગાઉ યુકેએ પણ તેના પર જર્મનીના વૈજ્ઞાનિકો સાથે કોન્ટ્રાક્ટ કર્યાં છે.