July 1, 2025
ટોપ ન્યુઝમનોરંજન

અલવિદા ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈનઃ તબલાના તાલ પર કઈ રીતે લોકોને મંત્રમુગ્ધ કરતા, જુઓ વાઈરલ વીડિયો

Spread the love


‘વાહ તાજ’નો રણકો શાંત થઈ ગયો…

રવિવારની રાતના ભારતના જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનના નિધનના સમાચાર સંગીતપ્રેમીઓને આંચકો આપ્યો હતો. રાગના તાલ અને લયની સાથે તબલા પર ઝાકિર હુસૈનની આંગળીઓની થાપનો જાદુ કંઈક અલગ જ હતો. તેઓ માત્ર તબલાવાદક નહોતા, પરંતુ શ્રેષ્ઠ તબલાવાદક, સંગીતકાર અને અભિનેતા પણ હતા. ભારતીય સંગીતજગતના જ નહીં, પરંતુ દુનિયામાં તેમની તુલના કોઈની સાથે થઈ શકે નહીં. રવિવારે તેમની તબિયત લથડ્યા પછી અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું 73 વર્ષે નિધન થયું. નિધનના સમાચારે સંગીતજગત જ નહીં, પરંતુ સંગીતપ્રેમીઓને હચમચાવી નાખ્યા હતા.
60 વર્ષનો સંગીતનો ભવ્ય વારસો આપ્યો ઉસ્તાદે
ભારત અને વિદેશમાં જાણીતા ઝાકિર હુસૈન પોતાના 60 વર્ષના ભવ્ય સંગીત વારસા અને અનભુવને મૂકી ગયા છે. ઝાકિર હુસૈને મહાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંગીતકારોની સાથે તબલા વગાડીને નવી સિદ્ધિઓ સર કરી હતી. ભારતીય શાસ્ત્રીય અને વિશ્વ સંગીતનું ફ્યુઝન રચ્યું હતું અને તેનાથી તબલાને વિશ્વમાં નવી ઓળખ મળી હતી. તેમના તબલા પરના તાલ અને થિરકતી આંગળીઓનો તાલ જોઈને ભલભલા સંગીતકારો દંગ રહી જતા. એક પછી એક સરગમ સંગીતપ્રેમીઓને એવા મંત્રમુગ્ધ કરી દેતા, જ્યારે તેમના ચાહકો સંગીતકારો જ નહીં, પરંતુ દુનિયાભરના ફિલ્મી કલાકારો, વીવીઆઈપી સેલિબ્રિટીઝ સહિત અનેક આર્ટ એન્ડ કલ્ચરલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. જાણીતા સંગીતપ્રેમીએ તેમનો વીડિયો શેર કરીને તેમની કલાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. જુઓ વાઈરલ વીડિયો


સાત વર્ષની ઉંમરે પહેલો કાર્યક્રમ કર્યો
ઝાકિર હુસૈન બહુ નાની ઉંમરથી સંગીતક્ષેત્રે ઝંપલાવ્યું હતું. સાત વર્ષની ઉંમરે તો સૌથી પહેલો કાર્યક્રમ રજૂ કર્યો હતો. બાર વર્ષની ઉંમરે તો સંગીતના કાર્યક્રમો કરવા લાગ્યા હતા. મુંબઈમાં જન્મેલા ઝાકિર હુસૈને પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી 1970માં અમેરિકા ગયા હતા, જ્યારે સંગીતની વાત આવતી ત્યારે કોઈ સરહદો પણ અવરોધરુપ બની નહીં.
ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય
ફેબ્રુઆરીમાં ઝાકિર હુસૈનને 66મો ગ્રેમ પુરસ્કાર મળ્યો હતો. ઝાકિર હુસૈનના જાણીતા આલ્બમ, વૈશ્વિક સંગીત પ્રદર્શન અને સર્વશ્રેષ્ઠ સમકાલીન વાદ્ય આલ્બમ માટે ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનારા સૌથી પહેલા ભારતીય સંગીતકાર હતા. 2024માં ગ્રેમીમાં ફ્યુઝન મ્યુઝિક ગ્રુપ શક્તિ માટે ધિસ મોમેન્ટ માટે પહેલો એવોર્ડ મળ્યો હતો, જેના સંસ્થાપક બ્રિટિશ ગિટારવાદક જોન મેકલોધલિન સાથે ગાયક શંકર મહાદેવન, વાયોલિનવાદક ગણેશ રાજગોપાલન અને તબલાવાદક સેલ્વાગણેશ વિનાયકરામનો સમાવેશ થાય છે.
વૈશ્વિક મ્યુઝિકના કાર્યક્રમોને લઈ ચર્ચામાં રહ્યા
ઉસ્તાદ ઝાકિર હુસૈન બાસુરીવાદક રાકેશ ચૌરસિયા, અમેરિકન બેન્જોવાદક બેલા ફ્લેક અને અમેરિકન એડગર મેયરની સાથે પશ્તો માટે સર્વશ્રેષ્ઠ મ્યુઝિક પ્રદર્શન અને એજ વી સ્પીક માટે સર્વશ્રેષ્ઠ સમીકાલીન વાદ્ય આલ્બમ માટે બે અન્ય પુરસ્કાર જીત્યા હતા. ગયા વર્ષે જાન્યુઆરીમાં દુનિયાના પરિભ્રમણ કરવાની સાથે ભારત આવ્યા હતા અને શક્તિના કલાકારો દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમની વિશેષ પ્રશંસા થઈ હતી. ઝાકિર હુસૈને માસ્ટર્સ ઓફ પર્ફ્યુશન, પ્લેનેટ ડ્રમ, ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ વિથ મિકી હાર્ટ, તબલા બિટ સાયન્સ, સંગમ વિથ ચાર્લ્સ લોયડ અને એરિક હારલેન્ડ અને તાજેતરમાં હર્બી હેનકોકની સાથે કાર્યક્રમ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!