July 1, 2025
ટોપ ન્યુઝમુંબઈ

ડિજિટલ ઈન્ડિયાની સાઈડ ઈફેક્ટઃ એક વર્ષમાં સાઈબર ક્રાઈમમાં નોંધાયો ધરખમ વધારો…

Spread the love

મુંબઈ: ડિજિટલ ઈન્ડિયાની જેમ સારી અસર જોવા મળી રહી છે એ જ રીતે તેની વિપરીત અસર જોવા મળી રહી છે. હાલમાં જ મુંબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ જોતા આ વાત સ્પષ્ટ થઈ રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સાઈબર ક્રાઈમના કેસમાં 27 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં પણ 38 ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો છે.
બહાર પાડવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો આ વર્ષના પહેલાં નવ મહિનામાં જ સાઈબર ક્રાઈમના કુલ 4054 કેસ નોંધાયા હતા. આ આંકડો ગયા વર્ષે 3191 જેટલો હતો. આ વર્ષે નોંધાયેલા 4054 કેસમાંથી 920 કેસ સોલ્વ થઈ ગયા છે અને આ કેસમાં 970 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઓનલાઈન ફ્રોડ 214 કેસ ઉકેલાયા
વાત કરીએ ઓનલાઈન ફ્રોડની વાત કરીએ તો ફ્રોડના કિસ્સાને પોલીસે 11 અલગ અલગ શ્રેણીમાં વર્ગીકૃત કર્યા છે. આ વર્ષે નોંધાયેલા ઓનલાઈન છેતરપિંડીના સૌથી વધુ કેસમાં ઈન્સ્પેક્ટર ફ્રોડના 896, જોબ ફ્રોડના 388, નકલી વેબસાઈટ ફ્રોડના 94, ઓનલાઈન શોપિંગ સંબંધિત ફ્રોડના 63 કસ્ટમ/ગિફ્ડ ફ્રોડના 55, લોન/છેતરપિંડીના 45, ક્રિપ્ટો-કરન્સી છેતરપિંડીના 35, વીમો/પ્રોવિડન્ટ ફંડ છેતરપિંડીના 17,વૈવાહિક છેતરપિંડીના 9 ઓનલાઈન એડમિશન છેતરપિંડીના ૩ કેસનો સમાવેશ થાય છે. આ પ્રકારના 2349 કેસમાંથી પોલીસે 214 કેસ ઉકેલાઈ ગયા છે.
516 જણની ધરપકડ કરાઈ
આ તમામ ગુનાઓમાં કથિત સંડોવણી બદલ 516 વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સિવાય જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર એમ પહેલાં નવ મહિનામાં જ પોલીસે ડેબિટ/ક્રેડિટ કાર્ડ ઓનલાઈન છેતરપિંડીના 741 કેસ, અશ્લીલ એસએમએમ/એમએમએસ પોસ્ટના 175, નકલી સોશિયલ મીડિયા પ્રોફાઈલ, મોર્ફિંગ ઈમેલના 108 કેસ, સ્પુફિંગ મેઈલના 68, સ્કેસટોર્શનના 34, હેકિંગના 43, ડેટા થેફ્ટના 24 પોર્નોગ્રાફીના 14 અને કોમ્યુનલ પોસ્ટ બાબતના 5 કેસ નોંધવામાં આવ્યા છે.
આંકડાઓ પરથી એવું સ્પષ્ટ થાય છે કે ફિશિંગ એટેક/સ્મુફિંગ મેઈલ, જોબફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ પોર્નોગ્રાફી, હેકિંગ, ઈન્સ્યોરન્સ/પ્રોવિડંટ ફંડ ફ્રોડ, ફેક વેબસાઈટ, મેટ્રિમોનિયલ ફ્રોડ અને ડેટા ચોરી જેવા કેસોમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ધરખમ વધારો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!