July 1, 2025
એસ્ટ્રોલોજીધર્મ

30 વર્ષ પછી ધનતેરસ-દિવાળીના શનિદેવ આ ત્રણ રાશિના જાતકોને માલામાલ કરશે

Spread the love

ધનતેરસ આ વર્ષે 29મી ઓક્ટોબર અને 31મી ઓક્ટોબરના દિવાળી આવશે. આ વખતે બંને દિવસો દરમિયાન શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં થશે. આ સંયોગ દિવાળી અને ધનતેરસના આજથી 30 વર્ષ પહેલા બન્યો હતો. શનિના કુંભ રાશિમાં પ્રવેશવાથી ધનતેરસ અને દિવાળીના પર્વ અમુક રાશિના જાતકના જીવનમાં સકારાત્મક પરિણામ લઈને આવશે. અમુક રાશિના જાતકોની કારકિર્દી અને કારોબારને લઈ પારિવારિક જીવનમાં સુખ-સમૃદ્ધિ વધી શકે છે. ચાલો ફટાફટ જાણી લો એવા કયા જાતક હશે જેમના જીવનમાં ધનતેરસ અને દિવાળી ફળશે.
મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે શનિ દેવની વિશેષ કૃપા રહી શકે છે. વેપાર-કારોબારવાળા જાતક માટે દિવાળી શુભ સાબિત થઈ શકે છે. તમારા મનમાં રહેલી આંકાક્ષા-ઈચ્છાઓ પૂરી થશે અને સામાજિક સ્તરે પણ સારા સમાચાર મળે. માન-સન્માન યા પદપ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. આયોજનબદ્ધ કામગીરી કરો તો પણ ભવિષ્યમાં તેનો લાભ મળશે. મેષ રાશિના જાતકોના સારા કર્મોનું ફળ શુભ મળશે. એની સાથે સાથે મોટા ભાઈ બહેનના સારા માર્ગદર્શનથી પરિણામો વધુ સારા મળી શકે છે.
વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકોને ધનતેસર પછી સારા સમાચાર મળી શકે છે. પોતાના કાર્યક્ષેત્રમાં પણ મહેનતનું ફળ મળવાના ચાન્સ છે. શનિ દેવ તમારા જીવનમાં નવી તકો લઈને આવી શકે છે. આ રાશિના બેરોજગાર લોકો માટે પણ સારા સમાચાર એ છે કે નવી રોજગારીની તકો ઊભી થશે. દિવાળી પછી અમુક સપ્તાહ પછી જાતક માટે કારકિર્દીમાં સફળતા મળશે. પિતાની સાથે સમય વિતાવવાની તક મળે અને તેમની પાસેથી ઘણું બધું શિખવાનો અવસર પણ મળે તો ગુમાવવો નહીં. ધન-સંપત્તિ સંબંધિત સલાહ-માર્ગદર્શન પણ તમારા માટે સકારાત્મક બની શકે છે અને એના અનુસાર લઈને આગળ વધવું જોઈએ.
મકર રાશિઃ શનિદેવ તમારી રાશિના સ્વામી છે અને દિવાળી-ધનતેરસના સંયોગ પણ શનિ બનાવી રહ્યા છે, તેથી લાભ મળી શકે છે. ધન-સંપત્તિમાં વધારો થવાના ઉજ્જવળ અવસર શનિદેવ પ્રદાન કરશે. પૈતૃક કારોબારમાં પણ લાભ થવાના ઉજળા ચાન્સ છે. તમારા કાર્યક્ષેત્રમાં પણ પરિસ્થિતિ તમારા અનુકૂળ થશે અને અમુક લોકો માટે નવેમ્બર મહિનામાં પ્રમોશનના ચાન્સ ઊભા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા વ્યવહારમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. પબ્લિક ડીલિંગ કરનારા આ રાશિના જોતકોને પણ ફાયદો થઈ શકે છે. તમારા વાણી-વર્તનમાં નમ્રતા રહેશે અને સમાજમાં તમારી છબિમાં પણ સુધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!