ફાયદાની વાત: નવેમ્બર રજાઓથી ભરપૂર, જાણો કેટલા દિવસ બંધ રહેશે બેન્કો?
મુંબઈ: ઓક્ટોબરની માફક આ વખતે નવેમ્બરમાં પણ રજાઓથી ભરપૂર રહેશે. ઓક્ટોબરના અંતથી દિવાળી ના દિવસો શરૂ થયા પછી છેક આગામી મહિનાના અંત સુધીમાં તહેવારો અને જાહેર રજાને અલગ અલગ રાજ્યમાં બેન્કો પણ બંધ રહેશે, જેથી વહેલી તકે બેંકમાં વ્યવહારો પતાવી લેવાનું ફાયદામાં રહી શકે છે.
આ વર્ષે દિવાળી 30 અને 31 ઓક્ટોબરે ઉજવાશે. જોકે, નવેમ્બરમાં પણ તહેવારોની લાંબી રજાઓ જોવા મળશે. દિવાળી ઉપરાંત ગોવર્ધન, ભાઈ બીજ અને એના પછી છઠ જેવા વિશેષ તહેવારોને કારણે બેન્કો રહેશે બંધ. આ સમયગાળા દરમિયાન અમુક રાજ્યોમાં જાહેર રજાઓ રહેશે. જો તમારે આ તહેવારના મહિનામાં બેંકના સંબંધિત કોઈ કામકાજ પૂર્ણ કરવાના હોય તો તેના માટે બેંકમાં જઈને સમયસર કામ પતાવવાનું ફાયદામાં રહેશો, તો ચાલો જાણીએ કે નવેમ્બરમાં દેશભરની બેંકો કૂલ કેટલા દિવસ બંધ રહેશે?
– દિવાળીના કારણે શુક્રવાર 1 નવેમ્બરના રોજ બેંકમાં રજા રહેશે.
– શનિવાર, 2 નવેમ્બરના રોજ બેંકોને દિવાળીની રજા રહેશે.
– રવિવાર, 3 નવેમ્બરના રોજ બેંકો માટે ભાઈ દૂજની રજા રહેશે.
– શનિવાર, નવમી નવેમ્બરના બીજી બેંક રજા રહેશે.
– રવિવાર, 10 નવેમ્બરના રોજ બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.
– ગુરુ નાનક જયંતિ નિમિત્તે શુક્રવારે 15 નવેમ્બરના રોજ બેંક રજા રહેશે.
– રવિવાર, 17 નવેમ્બરના રોજ બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.
– શનિવાર, 23 નવેમ્બરના રોજ ચોથી બેંક રજા રહેશે.
– રવિવાર, 24 નવેમ્બરના રોજ બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.