July 1, 2025
મહારાષ્ટ્રમુંબઈ

વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપીએ જાહેર કર્યાં ઉમેદવાર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

Spread the love

મુંબઈ: લોકસભા ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20મી નવેમ્બરનાં યોજવામાં આવશે. ચૂંટણી લડવા માટે મહા વિકાસ આઘડીમાં સૌથી પહેલા ઉદ્વવ ઠાકરે જૂથે ઉમેદવારની યાદી જાહેર હતી. રાજ્યમાં 85-85-85 ફોર્મ્યુલા સાથે ત્રણેય પક્ષો એકસાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, જેમાં શિવસેના UBT (ઉદ્વવ ઠાકરે જૂથ) દ્વારા આજે 65 ઉમેદવાર સાથે પરિવારવાદને પ્રોત્સાહન આપતા ટિકિટ આપવામાં આવી છે, જ્યારે કોંગ્રેસમાં પણ પરિવારવાદ અથવા વશપરંપરાગત સીટ આપવાનું વલણ જોવા મળ્યું છે. પૂર્વ મુખ્ય પ્રધાન અને એક્સ સીએમના દીકરાઓને ટિકિટ આપવામાં આવી છે, મુંબઈમાં ધારાવીમાં વર્ષા ગાયકવાડની બહેન ડોક્ટર જ્યોતિ ગાયકવાડને સીટ આપી છે, જ્યાં એકનાથ શિંદેની પાર્ટીના દિલીપ લાંડે સામે ટક્કર રહેશે. સિટિંગ એમએલએને ફરી એક વાર તક આપી છે. ઉદ્ધવ ઠાકરેના 65, કોંગ્રેસના 48 અને શરદ પવારના 45 ઉમેદવાર સાથે કુલ મળીને 158 ઉમેદવાર ચૂંટણી માટે મેદાનમાં છે.
કોંગ્રેસ દ્વારા 48 ઉમેદવાર જાહેર
મહા વિકાસ આઘાડીમાં આ વખતે કોંગ્રેસ નું લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન રહ્યા પછી મોટા ભાઈ તરીકે ચૂંટણી લડવા સજ્જ થયું હતું પણ ઉદ્વવ ઠાકરે અને શરદ પવાર જૂથે મચક નહીં આપતા ત્રણેય પક્ષને 85-85-85 સીટથી સંતોષ માનવો પડ્યો હતો. ગઈકાલે કૉંગ્રેસે સીટ જાહેર કરતા મુંબઈમાં નસીમ ખાનને ચાંદીવલી, અસ્લમ શેખને મલાડ પશ્ચિમ, ધારાવીથી ડૉ જ્યોતિ ગાયકવાડ, મુંબા દેવી અમીન પટેલ તથા દીગજ ઉમેદવારની વાત કરીએ તો પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને કરાડ અને પૂર્વ મુખ્ય પ્રધાનના દીકરા લાતુરથી ટિકિટ આપી છે.


રાષ્ટ્રવાદીમાં ફરી એક વાર બારામતીની સીટ ચર્ચામાં
રાષ્ટ્રવાદીમાં પવાર પરિવાર સામે પાવર પરિવાર છે. લોકસભાના માફક ફરી એક વાર બારામતીની સીટ ચર્ચમાં છે, કારણ કે આ વખતે અહીં અજિત પવારની સામે ભત્રીજા યુગવેન્દ્ર પવારને શરદ પવારે ટિકિટ આપી છે. એટલે જીતનાર ઉમેદવાર પાવર પરિવારનો ઉમેદવાર રહેશે. લોકસભાની ચૂંટણીમાં સુનેત્રા પાવર સામે સુપ્રિયા સુળે વચ્ચે જંગ જામ્યો હતો અને આખરે સુપ્રિયાની જીત થઈ હતી.


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને શિવસેના યુબીટીએ તેના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA), શિવસેના, યુબીટી, એનસીપી શરદચંદ્ર પવાર અને કોંગ્રેસની ત્રણેય ઘટક પાર્ટીઓ 85-85 સીટો પર ચૂંટણી લડશે. ત્યારે ગઈકાલે શિવસેના UBT પોતાના 65 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જેમાં ગઈકાલે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ 45 ઉમેદવાર સાથે તેમ જ કોંગ્રેસે ગુરુવારે રાતના 48 ઉમેદવારની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!