July 1, 2025
મહારાષ્ટ્રમુંબઈ

Assembly Election: શિંદેને ટક્કર આપશે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, 65 ઉમેદવારને ક્યાંથી આપી ટિકિટ?

Spread the love

મુંબઈ: લોકસભા ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20મી નવેમ્બરનાં યોજવામાં આવશે. ચૂંટણી લડવા માટે મહા વિકાસ આઘડીમાં સૌથી પહેલા ઉમેદવારની યાદી જાહેર કરી છે. રાજ્યમાં 85-85-85 ફોર્મ્યુલા સાથે ત્રણેય પક્ષો એકસાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેમાં શિવસેના UBT (ઉદ્વવ ઠાકરે જૂથ) દ્વારા આજે 65 ઉમેદવાર સાથે પરિવારવાદને પ્રોત્સાહન આપતા ટિકિટ આપવામાં આવી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી લડાઈ મહાયુતિ-મહા વિકાસ આઘાડી કરતા શિવસેના વિરુદ્ધ શિવસેના અને એનસીપી (અજિત પવાર) વિરુદ્ધ એનસીપી (શરદ પવાર) જૂથની છે. એકનાથ શિંદેએ જાહેર કરેલી 45 ઉમેદવારની સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 65 ઉમેદવાર જાહેર કરીને પોતાના સંખ્યાબળનો નિર્દેશ આપ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને શિવસેના યુબીટીએ તેના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે. આ દરમિયાન મહાવિકાસ અઘાડીમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA), શિવસેના, યુબીટી, એનસીપી શરદચંદ્ર પવાર અને કોંગ્રેસની ત્રણેય ઘટક પાર્ટીઓ 85-85 સીટો પર ચૂંટણી લડશે. ત્યારે ગઈકાલે શિવસેના UBT પોતાના 65 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે, જેની યાદી આ પ્રમાણે છે.
કયા ઉમેદવારને ક્યાંથી મળી ટિકિટ?
1 – ચાળીસગાંવથી ઉન્મેશ પાટીલ, 2 – પાચોરાથી વૈશાલી સૂર્યવંશી,
3 – મેહકરથી સિદ્ધાર્થ ખરાત, 4 – બાલાપુરથી નીતિન દેશમુખ
5 – અકોલા પૂર્વથી ગોપાલ દાતકર, 6 – વાશિમમાંથી સિદ્ધાર્થ દેવલે
7 – બડનેરાથી સુનિલ ખરાટે, 8 – રામટેકથી વિશાલ બરબેટે
9 – વણેથી સંજય દેરકર, 10 – લોહાથી એકનાથ પવાર
11 – કલામનુરીથી સંતોષ ટારફે, 12 – પરભણીથી રાહુલ પાટીલ
13 – ગંગાખેડથી વિશાલ કદમ, 14 – સિલ્લોડથી સુરેશ બનકર
15 – કન્નડથી ઉદયસિંહ રાજપુત, 16 – સંભાજીનગર સેન્ટ્રલથી કિશનચંદ તનવાણી
17 – સંભાજીનગર પશ્ચિમમાંથી રાજુ શિંદે, 18 – વૈજ્ઞાપુરથી દિનેશ પરદેશી
19- નાંદગાંવથી ગણેશ ધાત્રક, 20- માલેગાંવ બાહ્યાથી અદ્વય હિરે
21- નિફાડથી અનિલ કદમ, 22 – નાસિક સેન્ટ્રલથી વસંત ગીતે
23 – નાસિક પશ્ચિમથી સુધાગર બડગુજર, 24 – પાલઘરથી જયેન્દ્ર દુબલા
24 – બોઈસરથી વિશ્વાસ વલવી, 26 – ભિવંડી ગ્રામીણથી મહાદેવ ઘાટલ
27 – અંબરનાથથી રાજેશ વાનખેડે, 28 – ડોમ્બિવલીથી દીપેશ મ્હાત્રે
29 – કલ્યાણ ગ્રામણથી સુભાષ ભોઈર, 30 – ઓવલાથી માજિવાડાથી નરેશ મણેર
31 – કોપરી પાચપાખડીથી કેદાર દિઘે, 32 – થાણેથી રાજન વિચારે
33 – ઐરોલીથી એમકે મઢવી, 34 – માગાથાણેથી ઉદેશ પાટેકર,
35 – વિક્રોલીથી સુનીલ રાઉત, 36 – ભાંડુપ પશ્ચિમથી રમેશ કોરગાંવકર,
37 – જોગેશ્વરી પૂર્વથી અનંત, 38 – દિંડોશીથી સુનિલ પ્રભુ,
39 – ગોરેગાંવથી સમીર દેસાઈ, 40- અંધેરી પૂર્વથી ઋતુજા લટકે,
41 – ચેમ્બુરથી પ્રકાશ ફાટર્પેકર, 42 – કુર્લાથી પ્રવિણા મોરાજકર,
43 – કાલિનાથી સંજય પોટનિસ, 44- વરુણ સરદેસાઈ વાંદ્રે ઈસ્ટથી,
45- માહિમથી મહેશ સાવંત, 46- વરલીથી આદિત્ય ઠાકરે,
47 – કર્જતથી નીતિન સાવંત, 48 – ઉરણથી મનોહર ભોઈર,
49 – મહાડથી સ્નેહલ જગતાપ, 50 – નેવાસાથી શંકરરાવ ગડાખ
51 – ગેવરાઈથી બદામરાવ પંડિત, 52 – ધારાશીવથી કૈલાસ પાટીલ
53 – પરાંડાથી રાહુલ જ્ઞાનેશ્વર પાટીલ, 54 – વાશીથી દિલીપ સોપલ
55 – સોલાપુર દક્ષિણથી અમર પાટીલ, 56 – સાંગોલેથી દીપક સાળુંખે
57 – પાટણથી હર્ષદ કદમ, 58 – દાપોલીથી સંજય કદમ
59 – ગુહાગરથી ભાસ્કર જાધવ, 60 – રાજાપુરથી રાજન સાલવી
61 – રત્નાગિરિથી સુરેન્દ્રનાથ માને, 62 કુડાલથી વૈભવ નાઈક
63 – સાવંતવાડીથી રાજન તેલી, 64 રાધાનગરીથી કેપી પાટીલ, 65 શાહુવાડીથી સત્યજીત પાટીલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!