લોરેન્સ બિશ્નોઈ ગેંગનો યુ-ટર્ન: પહેલાં ધમકી પછી હવે માફી, ચાલી શું રહ્યું છે ભાઈ?
મુંબઈઃ બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈ ટ્રાફિક પોલીસને એક ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો જેમાં બિશ્નોઈ ગેંગના સભ્યોએ સલમાન ખાન પાસેથી લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માટે પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. આ ધમકીને જો હળવાશથી લેવામાં આવશે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું.
હવે કહાની મેં ટ્વીસ્ટ એવો છે કે જે વોટ્સએપ નંબર પરથી આ ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો એ જ નંબર પરથી પોલીસને એક મેસેજ મોકલાવવામાં આવ્યો છે જેમાં માફી માંગવામાં આવી છે.
પોલીસ હાલમાં લોકેશન ટ્રેસ કરી રહી છે
મુંબઈ ટ્રાફિક પોલીસને એક વધુ મેસેજ મળ્યો છે અને આ મેસેજ એ જ વોટ્સએપ નંબર પરથી મોકલવામાં આવ્યો છે જેના પરથી સલમાન ખાનને પહેલાં ધમકી આપવામાં આવી હતી. હવે જે મેસેજ આવ્યો છે એમાં માફી માંગવામાં આવી છે. હાલ તો પોલીસ લોકેશન ટ્રેસ કરી રહી છે અને મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર આ મેસેજ ઝારખંડથી આવ્યો છે. જોકે, હજી, આ મામલે હજી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
દુશ્મની ખતમ કરવાનો દાવો
અત્રે ઉલ્લેખનીય છે કે 18મી ઓક્ટોબરના આ જ નંબર પરથી મુંબઈ ટ્રાફિક પોલીસને મેસેજ મોકલવામાં આવ્યો હતો અને દુશ્મની ખતમ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. એ વખતે મેસેજમાં લખવામાં આવ્યું હતું કે જો સલમાન આ મેસેજને હળવાશથી લેશે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ કરવામાં આવશે. પરંતુ હવે બીજી વખત મોકલવામાં આવેલા મેસેજમાં જણાવવામાં આવ્યું છે એ મેસેજ ભૂલથી મોકલવામાં આવ્યો હતો અને એના માટે માફી માંગીએ છીએ.
મેસેજ આવ્યા પછી તપાસ શરુ
મેસેજ આવતા જ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી લીધી છે. હાલમાં તો પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર ઝારખંડથી આ મેસેજ મોકલવામાં આવ્યો છે. પહેલો મેસેજ બાબા સિદ્દીકીના મૃત્યુ બાદ આવ્યો હતો અને ત્યાર બાદ સલમાનની સિક્યોરિટી વધુ ટાઈટ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સલમાન ખાને બિગ બોસના વીક-એન્ડ કા વારનું શૂટિંગ પણ 60 સુરક્ષાકર્મીઓની સુરક્ષા વચ્ચે રહીને શૂટ કર્યો હતો.