Wiproના શેર્સ હોય તો આ વાંચી લો, કંપનીએ શેર હોલ્ડર્સ માટે કરી મહત્વની જાહેરાત
દેશની દિગ્ગજ આઈટી કંપની વિપ્રોએ દિવાળી પર પોતાના શેરહોલ્ડર્સને ગુડ ન્યુઝ આપ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે કંપનીએ પોતાના શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની એનાઉન્સમેન્ટ કરી છે. કંપનીએ આ બોનસ શેર આપવા માટે રેકોર્ડ ડેટની જાહેરાત ભલે ના કરી હોય પણ બોર્ડની મંજૂરી મળતાં બે મહિનાની અંદર એટલે કે 15મી ડિસેમ્બર, 20224 સુધી બોનસ શેર ક્રેડિટ કરવામાં આવશે, એવી માહિતી સામે આવી રહી છે.
શેરહોલ્ડર્સને બોનસ શેર આપવાના પ્રપોઝલ પર મંજૂરી
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગઈકાલે અને આજે યોજાયેલી વિપ્રોની બોર્ડ મીટિંગમાં ફાઈનાન્શિયલ યર 2024-25ના સેકન્ડ ક્વાર્ટર માટેના રિઝલ્ટને મંજૂરી આપવાની સાથે સાથે જ શેરહોલ્ડર્સને બોનસ શેર આપવાના પ્રપોઝલ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ પ્રસ્તાવ અનુસાર વિપ્રોના શેરહોલ્ડર્સને એક પર એક એમ બોનસ શેર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2019માં પણ કંપની દ્વારા શેરહોલ્ડર્સને બોનસ શેર્સ આપવામાં આવ્યા હતા.
બીજા ત્રિમાસિકમાં કંપનીને 3209 કરોડ રૂપિયાનો નફો
કંપનીએ ચાલી રહેલાં નાણાકીય વર્ષના પરિણામોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં કંપનીને 3209 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે ગયા વર્ષે થયેલાં 2646 કરોડ રૂપિયાના નેટ પ્રોફિટની સરખામણીએ 21 ટકા ટકા જેટલો વધારે છે, એવી માહિતી પણ કંપનીના સંબંધિત અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
ડીલ્સના બુકિંગનો આંકડો પણ એક અબજ ડોલરને પાર
કંપનીના સીઇઓ અને એમડી શ્રીનિવાસ પલ્લિયાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, બીજા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શનને કારણે, વિપ્રો તેની આવક વૃદ્ધિ, બુકિંગ અને માર્જિનની અપેક્ષાઓ પૂરી કરવામાં સફળ રહી છે. તેમણે જણાવ્યું કે કંપનીને તેના ટોચના ખાતાઓનો વિસ્તાર કરવામાં સફળતા મળી છે અને એની સાથે જ મોટી ડીલ્સના બુકિંગનો આંકડો પણ એક અબજ ડોલરને પાર થઈ ગયો છે.
માર્કેટમાં વિપ્રોના શેરમાં પણ તેજી જોવા મળે છે, જે બાવન અઠવાડિયાની ઊંચી સપાટીએ સ્ટોકનો ભાવ 580 રુપિયાનો ભાવ જોવા મળ્યો હતો, જ્યારે બાવન સપ્તાહની તળિયાની સપાટી 375 રુપિયા જોવા મળ્યો હતો, જ્યારે અઠવાડિયામાં સરેરાશ 530 રુપિયાની આસપાસ રહ્યો હતો. આઈટી સેક્ટરની અગ્રણી કંપનીનું માર્કેટ કેપ 2,76,639.31 કરોડની આસપાસ રહ્યું છે.
