July 1, 2025
નેશનલબિઝનેસમની મેનેજમેન્ટહોમ

Success Story: આઠમું પાસ વ્યક્તિએ 22,824 કરોડની કંપની બનાવી, શેરના ભાવમાં તેજી…

Spread the love

બીકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ (Bikaji Foods International Ltd.) અત્યારે પોતાના બિઝનેસ પર નિરંતર ફોક્સ કરે છે. હવે બીકાજી ક્વિક સર્વિસ રેસ્ટોરા (QSR) સેગમેન્ટમાં આગળ વધી રહી છે. બીકાજી 13101 કરોડ રુપિયામાં હેઝલનટ ફેક્ટરી ફૂડ પ્રોડ્કટ્સ પ્રાઈવેટ લિમિટેડ (Hazelnut Factory Food Products)માં 53 ટકાની ખરીદી કરવામાં આવશે. બીકાજી ફૂડ્સ તરફથી એક નિવેદનમાં જણાવ્યું છે કે તેની માલિકીની સહયોગી કંપની બીકાજી ફૂડ્સ રિટેલ લિમિટેડ લખનઊ સ્થિત કૈફે અને મીઠાઈ બ્રાન્ડ ધ હેઝલનટ ફેક્ટરી (THF)માં 53.02 ટકા હિસ્સો ખરીદવા માટે 131 કરોડ રુપિયાનું રોકાણ કરશે.
કંપનીના નિવેદન અનુસાર આ રોકાણ તબક્કાવાર આગામી બે વર્ષમાં કરીને હસ્તગત કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીકાજી ફૂડસ ઈન્ટરનેશનલના એમડી દીપક અગ્રવાલે કહ્યું હતું કે જૂના ઉદ્યોગ-વેપારથી આગળ વધીને રિટેલ ક્યુએસઆર, પ્રીમિયમ સ્વીટ્સ અને બેકરી સેગમેન્ટમાં એન્ટરી કરવા માટે સૌથી મોટું પગલું છે. ટીએચએફે લખનઊમાં છ સ્ટોર અને કાનપુર અને દિલ્હીમાં એક-એક સ્ટોર છે. આ બ્રાન્ડ ખાસ કરીને કોફી, સ્વીટ્સ, બેકરી અને પેસ્ટ્રી સિવાય કૈફે મેનૂની એક સિરીઝ પણ પૂરી પાડે છે. ધ હેઝલનટ ફેક્ટરી ફૂડમાં 53 ટકા ખરીદવા માટે બીકાજીનો ટેસ્ટ ભારતથી લઈને વિદેશમાં પહોંચ્યો છે.
દુનિયાભરમાં ડંકો વગાડવા માટે આઠમું પાસ વ્યક્તિના દિમાગ જવાબદાર છે. વાસ્તવમાં હલ્દીરામ અને બીકાજી બંને એક જ પરિવારના ભાગ છે. 1940માં રાજસ્થાનના બીકાનેરથી શરુ થઈ હતી. હલ્દીરામ બીકાજી ભુજીયા નામથી દુકાનની શરુઆત શિવતરન અગ્રવાલના દાદાજીએ કર્યો હતો. પોતાના હાથથી બનાવેલા ભુજીયા બનાવીને વેચતા હતા, ત્યારબાદ હલ્દીરામ કોલકાતા ગયા હતા, ત્યાર બાદ ત્યાંથી કારોબાર ચલાવ્યો હતો.
બીકાજીવાળા શિવરતન અગ્રવાલે 1987માં બીકાજી ભુજીયા બ્રાન્ડથી બિઝનેસ શરુ કર્યો અને પોતાના વતનથી વિશેષ લગાવ હોવાથી બીકાનેરથી શરુઆત કરી હતી. હલ્દીરામ એ વખતે એક બ્રાન્ડ બની ગઈ, પરંતુ એની સાથે બીકાજી ભુજીયા બ્રાન્ડ સ્થાપિત કરવા માટે સખત મહેનત કરી હતી. શરુઆતથી તેમને ફેમિલી બિઝનેસમાં રસ પડતો હતો. આઠમી પાસ પછી ઘરના બિઝનેસમાં ઝંપલાવ્યું અને આજે શિવરતન અગ્રવાલની કંપની બીકાજી ભુજીયા 250થી વધુ પ્રોડક્ટ તૈયાર કરે છે.
કંપની અમેરિકા, યુએઈ, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, રશિયા, જર્મની, સ્પેન, ફ્રાન્સ, બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વગેરે દેશમાં પોતાના આઉટલેટ ધરાવે છે. આજની તારીખે કંપનીનું માર્કેટ કેપ વધીને 22,824 કરોડ રુપિયાની સપાટીએ પહોંચ્યું છે. કંપની વધુ એક નવી ડીલને કારણે માર્કેટમાં શેરના ભાવમાં તેજી જોવા મળી છે. ટ્રેડિંગ સેશનમાં 900 રુપિયાથી વધીને 929 રુપિયાની સપાટી પાર કરી હતી, જ્યારે બાવન સપ્તાહની 1,005 રુપિયાની ઊંચી સપાટી પાર કરી હતી, જ્યારે તળિયાની સપાટી 450 રુપિયાનો ભાવ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!