દશેરા: ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ માટે આજે ઘરના દરેક ખૂણામાં પ્રગટાવો દીવડાંઓ
નવરાત્રીના નવ દિવસ પછી દસમા દિવસે દેશભરમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. હિંદુ ધર્મમાં વિજયાદશમીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. આજે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે, જ્યારે રાવણનું દહન કરવામાં આવે છે. આજના દિવસે બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક માનવામાં આવે છે અને આજે 12મી ઓક્ટોબરના દશેરાની ઉજવણી કરવામાં આવશે. રામ ભગવાનની પૂજા કરવાની સાથે ખાસ કરીને આજના દિવસનું વિશેષ મહત્ત્વ તો દીવા પ્રગટાવવાનું છે.
શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે દશેરાના દિવસે દીપ પ્રગટાવો અને તમારી ભક્તિ અને શક્તિ અનુસાર વધારે દીવા પ્રગટાવો તો પણ ફાયદામાં રહો છે. આજે શું કરો તો સુખ-સમૃદ્ધિ અને દુશ્મનો પર વિજય થાય એ પણ જાણી લો. દશેરા દિવસે તમામ દિશામાં દીવા પ્રગટાવવા જોઈએ, જ્યારે એના માટે દસ દીપક તો પ્રગટાવી શકો છો. દીવા પ્રગટાવવા માટે તમે સરસિયાનું તેલ વાપરી શકો છો. તેલ નહીં તો એટ લિસ્ટ ઘીનો દીવો કરી શકો છો. આપણા હિંદુ ધર્મમાં તો ખાસ કરીને તુલસીના ક્યારામાં, પીપળો, કેળાના વૃક્ષની આસપાસ દીવો કરી શકો છો. શમીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, તેને ઘરની અંદર સ્થાપિત કરવું વાસ્તુમાં યોગ્ય માનવામાં આવતું નથી. પરંતુ તમે તેને ઘરના આંગણા અથવા બાલ્કનીમાં રાખી શકો છો.
ખાસ કરીને આજના દિવસ દરમિયાન સવારે યા સાંજના સમયગાળા દરમિયાન ભગવાન શ્રીરામની પૂજા પાઠ સાથે એક ઘીનો દીવો પ્રગટાવી શકો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દશેરાના દિવસે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સિવાય પૂર્વ-ઉત્તર (ઈશાન ખૂણા), દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણા), ઊર્ધ્વ (ઉપર), પશ્ચિમ-ઉત્તર (વાયવ્ય), દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશામાં દીપક પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે યા તમે ચારેય દિશા માટે ચૌમુખી દીપક પ્રગટાવી શકો છો.
વિજયાદશમીના દિવસે દીપક પ્રગટાવવાનું જેટલું મહત્ત્વ છે. એટલું જ મહત્ત્વનું યોગ્ય સમય દીપક કરવાનું. ભગવાન રામની પૂજા માટે સવારે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવો. એના સિવાય સાંજના સમયગાળામાં દીપક પ્રગટાવવાનું વિશેષ શુભ માનવામાં આવે છે. ભગવાન રામજીની પૂજા સાથે આ બે મંત્ર પણ કરી શકો છો. સર્વાર્થસિદ્ધિ શ્રી રામ ધ્યાન મંત્ર. ઓમ આપદામપ હર્તારમ દાતારં સર્વ સમ્પદામ, લોકાભિરામ શ્રી રામં ભૂયો ભૂયો નામામ્યહમ. શ્રી રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ