આજે નવરાત્રીનો છેલ્લો દિવસઃ સુખ-સમૃદ્ધિ માટે આટલું અચૂક કરવું…!
મા જગદંબાના પર્વના નવ દિવસ રંગચંગે આજે પૂરા થશે. નવરાત્રીનો આજે નવમો દિવસ. મા નવદુર્ગાના નવ સ્વરુપ પૈકી આજે સિદ્ધિદાત્રીના પૂજાપાઠનો મહિમા છે, કારણ કે આજના દિવસે શાસ્ત્રોમાં પણ માતાજીને ભજવાની માન્યતા છે. સિદ્ધિદાત્રી માતાજીને ભજવાથી સિદ્ધિ પ્રાપ્ત થયા છે. માતાજીના સ્વરુપની વાત કરીએ તો હાથમાં કમળનું ફૂલ અને શંખ છે. ગદા-ચક્ર પણ હાથમાં છે.
માતાજીની પૂજાની તિથિ
વૈદિક શાસ્ત્ર મુજબ નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીના પૂજનનો મહિમા છે. આ વખતે આજે શુક્રવારે બપોરના 12.06 વાગ્યા તિથિ શરુ થશે, જ્યારે 12મી ઓક્બોબરના શનિવારે રાતના 10.58 કલાકે પૂરી થશે. આજની ઉદય તિથિ અનુસાર સવારના 7.44 વાગ્યાથી 10.37 કન્યા પૂજાનો સમય છે, જ્યારે બપોરના બે વાગ્યાથી 2.45 વાગ્યાના મૂહુર્તમાં કરી શકો.
અર્દ્ધનારીશ્વર છે બીજું નામ
દેવી પુરાણમાં સિદ્ધિદાત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન શંકરની કૃપાથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. માતાજીનું આસન કમળ છે, જ્યારે માતાજીની આરાધના ફક્ત મનુષ્ય જ નહીં, ગંધર્વ, યક્ષ, દેવતા અને દાનવો પણ પૂજા કરે છે. સંસારમાં તમામ વસ્તુઓને સહજતાથી પ્રાપ્ત કરવામાં માતાજીની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી માતાજીએ પણ ભગવાન શિવની પૂજા કરવાથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. માતાજીનું અડધું શરીર દેવીનું છે, તેથી અર્દ્ધનારીશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શિવજીની ભક્તિ કરી દેવીએ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. નવ સ્વરુપમાં માતાજીનું સ્વરુપ સૌથી વધુ શક્તિશાળી છે. માતા દુર્ગાનું આ સ્વરુપ માટે કહેવાય છે, જ્યારે દેવી સરસ્વતીનું પણ સ્વરુપ માનવામાં આવે છે.
માતાજીનો કયો મંત્ર કરશો?
સિદ્ધિદાત્રીનું પૂજન, ધ્યાન યા સ્મરણ કરવાથી સંસારના તમામ દુખો દૂર થાય છે તેમ જ સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આજના દિવસે માતાજીને ભજવા માટે મા સિદ્ધિદાત્રી મંત્રનો પણ જાપ કરો. સિદ્ધ ગન્ધર્વ યક્ષાધૈરસુરૈરમરૈરપિ, સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની. માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થાય છે.