મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનો શુભારંભ, જાણો A to Z માહિતી…
મુંબઈઃ દેશના આર્થિક પાટનગરના રહેવાસીઓને આખરે લાંબા સમયગાળાના ઈંતજાર પછી વધુ મેટ્રો ટ્રેન મળી છે. લાંબા સમયગાળા પછી આખરે મુંબઈમાં સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં મેટ્રો-વન, ટૂ અને સાત ચાલુ છે, ત્યારે વધુ એક મેટ્રો આજથી પ્રવાસીઓ ટ્રાવેલ કરી શકશે. મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો એરપોર્ટની કનેક્ટિવિટી સાથે પહેલી મેટ્રો (ઘાટકોપર-વર્સોવા)ને પણ કનેક્ટ કરશે. આજથી યા આવતીકાલથી લોકો રેગ્યુલર પ્રવાસ કરી શકે છે.
મેટ્રોમાં કેટલું ભાડું હશે, જાણો
મેટ્રો-થ્રી પહેલા તબક્કાનું સરેરાશ દસ રુપિયાથી પચાસ રુપિયા સુધીનું ભાડું છે. આરે-જેવીએલઆરથી મરોલ નાકા સુધી પ્રવાસીઓએ 20 રુપિયાનું ભાડું લાગશે, જ્યારે જેવીએલઆર સ્ટેશનથી એરપોર્ટ ટર્મિનલ વન સ્ટેશન સુધી 30 રુપિયા ભાડું લેવામાં આવશે. બાંદ્રા કોલોની સ્ટેશન સુધી પ્રવાસીઓને 40 રુપિયા ભાડું થશે. મેટ્રો માટે પહેલી ટ્રેન સવારના 6.30 વાગ્યાની રહેશે, જ્યારે છેલ્લી ટ્રેનની ફેરી રાતના 10.30 વાગ્યાની રહેશે. સ્ટેશનની વાત કરીએ તો સિપ્ઝ, એમઆઈડીસી અંધેરી, સીએસએમઆઈએ ટી2, સહાર રોડ, સીએસએમઆઈએ ટી વન, સાંતાક્રુઝ, બાંદ્રા કોલોની, બીકેસીનો સમાવેશ થાય છે.
રોજ મેટ્રો ટ્રેનની 96 ટ્રિપ્સ હશે
હાલના તબક્કે નવ ટ્રેન મારફત રોજ 96 ટ્રિપ્સ દોડાવવામાં આવશે. સવારના 6.30 વાગ્યાથી રાતના 10.30 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. શનિવારે રાતના 8.30 વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી દોડાવવામાં આવશે. શરુઆતમાં નવ ટ્રેનની રેક ઉપયોગમાં લેવામાં આવશે, જેમાં બે નિયમિત મેઈન્ટેનન્સ માટે અને એકને સ્ટેન્ડબાય રાખવામાં આવશે. સાત રેકને એક્ટિવલી પ્રવાસીઓની સેવામાં રખાશે. 10 મહિલા ટ્રેન કેપ્ટન હશે. મેટ્રો ટ્રેનના પ્રવાસીઓને ઈન્ટરનેટ અને વાઈફાઈ કનેક્ટિવિટી મળી શકશે, જ્યારે સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સૌથી વધુ ઊંચાઈ ધરાવતા એસ્કેલેટર હશે
મેટ્રો એક્વા લાઈન થ્રીના પહેલા તબક્કાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતું. 14,140 કરોડ રુપિયાના ખર્ચે બનેલી નવનિર્મિત મેટ્રો હવે સેવામાં આવવાથી શોર્ટ કોરિડોરમાં પણ મુંબઈગરાને ઝડપી, ટ્રાફિકમુક્ત પણ થઈ શકે છે. ગઈકાલે પીએમ મોદીએ પહેલા તબક્કાની મેટ્રો લાઈનનું ઉદ્ધાટન કર્યું, જે 12 કિલોમીટર લાંબો છે. આ લાઈન આરેથી બીકેસીને જોડે છે. દર છ મિનિટે એક મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી હશે. 10 સ્ટેશનને કવર કરશે. હજુ કામકાજ ચાલુ હોવાથી બે એરપોર્ટ સ્ટેશન સુધી નહીં ચલાવી શકાય. ટર્મિનલ ટૂ સ્ટેશન 6.45 લાખ વર્ગ ફૂટ ટીઓડી બિલ્ડિંગ અંડરગ્રાઉન્ડમાં હશે, જે ભારતના સૌથી ઊંચા એસ્કેલેટર પૈકીનું હશે. રોજના 12 લાખ પ્રવાસી ટ્રાવેલ કરે એવી અપેક્ષા રાખવામાં આવી છે. પહેલા ફેઝમાં ચાર લાખથી વધુ પ્રવાસી પ્રવાસ કરશે. આઠ કોચની એક રેકમાં 2,500થી વધુ પ્રવાસી ટ્રાવેલ કરશે.
મેટ્રોમાં પહેલી મુસાફરી પીએમ મોદીએ કરી
#WATCH | PM Modi travels on metro train between BKC to Aarey JVLR section of Mumbai Metro Line -3 pic.twitter.com/XuLjCKDyku
— ANI (@ANI) October 5, 2024
પીએમ મોદીએ અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ધાટન કર્યા પછી મેટ્રોમાં ટ્રાવેલ કરીને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાન મોદીએ મુંબઈની એક્વા લાઈન મેટ્રોનો શુભારંભ કરતા કહ્યું કે મુંબઈગરા વર્ષોથી મેટ્રો થ્રીની રાહ જોઈ રહ્યા હતા. હું જાપાન સરકારનો પણ આભાર વ્યક્ત કરીશ કે જાપાનીઝ ઈન્ટરનેશલન કોઓપરેશન એજન્સી મારફત પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં સહયોગ આપ્યો. બાળા સાહેબ ઠાકરેને થાણેથી વિશેષ લગાવ હતો. દિવંગત આનંદ દિઘેનું શહેર છે. આ શહેરે દેશને આનંદી જોશી જેવા દેશના પહેલા મહિલા ડોક્ટર આપ્યા હતા. અમે વિકાસ કાર્યો મારફત મહાન વિભૂતીઓના સંકલ્પોને પૂરા કરીએ છીએ તેમ જ મહારાષ્ટ્રવાસીઓને પણ અભિનંદન આપીશ, એમ મોદીએ જણાવ્યું હતું.