આ છે ભારતના આલિશાન રેલવે સ્ટેશન, તેની સુંદરતા સામે મહેલની ચમક પડી જશે ફિક્કી…
ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વ્યસ્ત અને મોટું ગણાતું રેલવે નેટવર્ક છે. દરરોજ કરોડોની સંખ્યામાં પ્રવાસીઓ ભારતીય રેલવેમાં મુસાફરી કરે છે. પ્રવાસના તમામ સાધનોમાં રેલવે મુસાફરી સૌથી અલગ અને યાદગાર હોય છે. આજે અમે અહીં તમને ભારતીય રેલવેના કેટલાક એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે એકદમ આલિશાન છે, એટલું જ નહીં પણ આ રેલવે સ્ટેશનની સુંદરતા સામે મહેલોની સુંદરતા પણ ઝાંખી પડી જાય છે. ચાલો જોઈએ કયા છે આ રેલવે સ્ટેશન અને એમાંથી કેટલા સ્ટેશનની મુલાકાત તમે લીધી છે એ પણ અમને કમેન્ટ સેકશનમાં ચોક્ક્સ જણાવજો…
રાણી કમલાપતિ રેલવે સ્ટેશન
ભારતના સૌથી સુંદર રેલવે સ્ટેશનની વાત થઈ રહી હોય તો આ યાદીમાં સૌથી પહેલા નામ આવે છે મધ્ય પ્રદેશમાં આવેલા રેલવે સ્ટેશન રાણી કમલાપતિ. આ સ્ટેશન દેખાવમાં તો સુંદર છે જ પણ એની સાથે સાથે આ સ્ટેશનની ગણતરી વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનમાં કરવામાં આવે છે. 400 કરોડના ખર્ચે તૈયાર ભારતીય રેલવેનું સૌથી પહેલું પ્રાઈવેટ રેલવે સ્ટેશન તરીકે રાણી કમલાપતિ સ્ટેશનની ગણતરી કરવામાં આવે છે, જ્યારે તેનું નામ પણ ભોપાલના છેલ્લા રાણીના નામ પરથી પાડવામાં આવ્યું છે.
મુંબઈનું સીએસટી સ્ટેશન
આ યાદીમાં બીજું નામ આવે છે મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસનું. આ રેલવે સ્ટેશન પણ દેખાવમાં સુંદર હોવાની સાથે સાથે મુંબઈ ડિવિઝનનું સૌથી વધુ વ્યસ્ત ગણાતું રેલવે સ્ટેશન છે. એટલું જ નહીં પણ એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર તાજમહેલ પછી આ રેલવે સ્ટેશનની તસવીર સૌથી વધુ ક્લિક કરવામાં આવી છે. આ આઇકોનિક બિલ્ડિંગમાં અનેક ફિલ્મો અને સિરિયલનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે.
લખનઉ રેલવે સ્ટેશન મનમોહક છે
ત્રીજા સ્થાને આવે છે નવાબો કે શહેર લખનઉનું ચારબાગ રેલવે સ્ટેશન. મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશનની જેમ જ આ સ્ટેશન પણ બ્રિટીશકાલીન બાંધકામનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ આ યાદીમાં ચોથા નંબર પર આવે છે કાનપુર રેલવે સ્ટેશન. કાનપુર રેલવે સ્ટેશનની બિલ્ડિંગ પણ વાસ્તુકળાનો એક શ્રેષ્ઠ નમૂનો છે. મુંબઈના સીએસએમટી સ્ટેશનની જેમ જ આ સ્ટેશન પર પણ દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ચાલો હવે ફટાફટ અમને કમેન્ટ કરીને જણાવો કે આમાંથી તમે કેટલા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી છે??