July 1, 2025
બિઝનેસ

Banking Day: ઓક્ટોબરમાં કેટલાં દિવસ બેંક રહેશે બંધ, જાણી લો!

Spread the love

આજથી શરુ થયેલા ઓક્ટોબર મહિનામાં બેંકની કામગીરી ઝડપથી પતાવશો તો મુશ્કેલી પડશે નહીં, કારણ કે આ વખતે તહેવારોની સાથે શનિ-રવિવારની રજાને કારણે બેંકના કામકાજના દિવસો ઓછા રહેશે. લાંબા દિવસોનું વેકેશન હોવાને કારણે અમુક લોકો બહારગામ પણ જવાની તૈયારી કરી હશે.
અલબત્ત, આજથી ઓક્ટોબર મહિનાનો આરંભ થયો, જેમાં નવરાત્રી સહિત અન્ય તહેવારને કારણે મહિનો તહેવારમય બનશે. નોરતાં સાથે સાથે દશેરાના પર્વને લઇ આ મહિનામાં વર્કિંગ અને નોન વર્કિંગ ડે એક સમાન રહેશે. એટલે નાણાકીય કામ કરવા માટે તમાંરી પાસે હશે ફક્ત 15 દિવસ. બાકી 15 દિવસ બેંક બંધ રહેશે. દેશમાં અલગ અલગ રાજ્યમાં ચૂંટણી, તહેવાર અને રજાના દિવસને કારણે દિવસો વહેંચાઈ જશે. જાણી લઈએ ફટાફટ તારીખો.
1 આજે કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રજા રહેશે.
2 બીજી ઓક્ટોબરના ગાંધી જયંતી ની દેશભરમાં રજા રહેશે
3 ત્રીજી ઓક્ટોબરના નવરાત્રિ શરૂ થશે, જેમાં જયપુરમાં રજાઓ રહેશે.
4 પાંચમી ઓક્ટોબરના રવિવારની રજા રહેશે, તેથી બેંકની પણ રહેશે રજા
5 10મી ઓક્ટોબરના સપ્તમી (દુગપુજા)ની અગરતલા, ગુવાહાટી, કોલકાતામાં રજા રહેશે
6 11 ઓક્ટોબરના દશેરાને કારણે બેંગલુરુ, ચેન્નઈ, ગંગટોકમાં જાહેર રજા રહેશે
7 12 ઓક્ટોબરના બીજા શનિવારને કારણે બેંકની કામગીરી બંધ રહેશે
8 13 ઓક્ટોબરના રવિવારે રહેશે રજા
9 14 ઓક્ટોબરના દુર્ગાપૂજા નિમિતે ગંગટોકમાં રજા રહેશે
10 16 ઓક્ટોબરે કોલકાતા અને અગરતલામાં બેન્કિંગ કામ થશે નહિ
11 17 ઓક્ટોબરે બિહુ અને મહર્ષિ વાલ્મીકિ જયંતીને કારણે શિમલા, બેંગલુરુ, ગુવાહાટીમાં રજા રહેશે
12 20 ઓક્ટોબરના રવિવારે રહેશે રજા
13 26મી ઓક્ટોબરના વિલય દિવસને કારણે કાશ્મીરની બેન્કો બંધ રહેશે
14 27 ઓક્ટોબરના રવિવારને કારણે બેન્કો બંધ રહેશે
15 31 ઓક્ટોબરના દિવાળીને કારણે અમદાવાદ, દિલ્હી સહિતના મહાનગરોમાં જાહેર રજા રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!