સુનિતા વિલિયમ્સને લઈ નાસાએ આપ્યા મોટા સમાચાર, જાણો ક્યારે ઘરે આવશે?
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે મોટા સમાચાર સ્પેસ એજન્સી નાસાએ આપ્યા છે. સ્પેસમાં લાંબા સમયથી ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ ફસાયા હોવાની સાથે તત્કાળ પાછા ફરવા માટે અનેક પ્રકારના તર્ક-વિતર્ક પછી નાસાએ જણાવ્યું હતું કે તેઓ સુરક્ષિત રીતે પાછા ફરશે હવે એના અંગે ફરી નાસાએ જણાવ્યું છે કે તેમનો પાછો ફરવાનો માર્ગ મોકળો છે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયા
જાણીતા એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ફસાયેલા છે. મહિનાઓની રાહ જોવામાં આવ્યા પછી હવે નાસા તરફથી એસ્ટ્રોનેટ નિક હેગ અને રોસકોસમોસ અવકાશયાત્રી એલેકઝાન્ડર ગોર્બુનોવ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સુલ દ્વારા આઈએસએસમાં પહોંચ્યા છે. તેમનું વિલિયમ્સ અને બુચે સ્વાગત પણ કર્યું હતું.
નાસાએ હાથ ધર્યું છે બચાવ અભિયાન
સુનિતા વિલિયમ્સ લાંબા સમયથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. નાસા મારફત સ્પેસએક્સે એક બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અન્વયે તેઓ અંતરિક્ષમાંથી ઝડપથી પાછા ફરી શકશે. આ અભિયાનની શરુઆત શનિવારે કરવામાં આવી હતી, જે અંતર્ગત તેઓ આગામી વર્ષે હવે ઘરે પાછા ફરી શકશે. આ અંગે સોશિયલ મીડિયા પર પણ ટવિટ વાઈરલ થઈ હતી, જેમાં એક્સ પરથી એલન મસ્કે ટવિટ કરીને પોસ્ટ શેર કરી હતી.
Dragon has reached @Space_Station https://t.co/p0kEkJklnK
— Elon Musk (@elonmusk) September 29, 2024
સ્પેસમાં બંનેનું કરાયું સ્વાગત
આ અંગે નાસાએ જણાવ્યું હતું કે હેગ અને ગોર્બુનોવ સાંજે સાત વાગ્યે સ્પેસ સ્ટેશન અને પ્રેશરાઈઝડ મેટિંગ એડેપ્ટર હેચ ખોલ્યા પછી આઈએસએસમાં પ્રવેશ્યા હતા, જ્યાં અન્ય અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિક, માઈકલ બેરેટ, સુનિતા વિલિયમ્સ સહિત અન્ય લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન ઉડાન ભર્યા પછી નાસાના અવકાશયાત્રી નિક હેગ, ક્રૂ કમાન્ડર અને અવકાશયાત્રી એલેકન્ઝાન્ડર અને ક્રૂ નાઈનના નિષ્ણાતોને આવકારવામાં આવ્યા હતા.
અઠવાડિયાને બદલે આઠ મહિનાનું મિશન
ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂન મહિનાથી અંતરિક્ષમાં છે. બંને લોકો તેમની ફર્સ્ટ ફ્લાઈટ પાંચમી જૂનના બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ મારફત ઉડાન ભરી હતી. તેઓ એક દિવસ પછી અંતરિક્ષમાં પહોંચ્યા હતા. સ્પેસમાં ફસાયા હોવાની અટકળો વચ્ચે બંનેના પાછા ફરવામાં વિલંબ થયો છે, ત્યારે હવે બંનેને પાછા લાવવા માટે ચારથી પાંચ મહિનાનો સમય લાગી શકે છે. આગામી વર્ષે લગભગ ફેબ્રુઆરીમાં પાછા ફરશે. નાસાનું એક સપ્તાહનું મિશન હવે આઠ મહિનાથી વધુ સમય લાગી શકે.