આઈફા એવોર્ડ: રણબીરની ‘એનિમલ’ને બેસ્ટ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો, રાની મુખરજીએ બાજી મારી
અબુ ધાબી: અહીંના આઈફા એવોર્ડ 2024માં બોલીવુડના સ્ટાર્સે પોતાના ડાન્સથી લોકોના દિલ જીતી લીધા હતા. સ્ટાઇલિશ અભિનેત્રી કૃતિ સેનન, શાહિદ કપૂર અને વિકી કૌશલે ખૂબ જ મસ્તી કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. આ સિવાય અહીંના કાર્યક્રમમાં બોલીવુડની ફિલ્મો અને કલાકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજે IIFA 2024નો ત્રીજો અને છેલ્લો દિવસ છે. અહીંના કાર્યક્રમમાં અભિનેત્રીઓ અને મોડલના ડાન્સ અને કલાકારોની કોમેડીએ લોકોના દિલ જીતી લીધા. રણબીર કપૂરની ફિલ્મે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો, શાહરૂખ ખાનનું પણ શાનદાર પર્ફોર્મન્સ કર્યું હતું.
શાહરુખ ખાને કર્યું શાનદાર પર્ફોર્મન્સ
રણબીર કપૂરની ફિલ્મે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો, જ્યારે કિંગ ખાન શાહરૂખે પણ શાનદાર પર્ફોર્મન્સ હતું, અહીં કૃતિ સેનન, શાહિદ કપૂર અને વિકી કૌશલે ખૂબ જ મસ્તી કરી હતી. આ સિવાય બોલિવૂડ ફિલ્મો અને કલાકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ અભિનયની શ્રેણીમાં અભિનયની શ્રેણીમાં શાહરૂખ ખાને ફિલ્મ “જવાન”માં તેના દમદાર અભિનયથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ માટે શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વેમાં એક માતાની ભૂમિકા માટે રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.
12મી ફેલ માટે શ્રેષ્ઠ નિર્દેશક તરીકે વિધુ વિનોદ ચોપરાને એવોર્ડ
દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાને 12મી ફેલ માટે શ્રેષ્ઠ નિર્દેશક તરીકે એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સે પોતાના ડાન્સથી ધૂમ મચાવી હતી. શાહિદ કપૂર, વિકી કૌશલ અને કૃતિ સેનને પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. સ્ટેજ પર પ્રભુ દેવા અને કૃતિ સાથે શાહિદ કપૂરના ડાન્સે બધાને ચોંકાવી દીધા હતા. વિકીએ તેના વાયરલ ગીત તૌબા તૌબા પર શાનદાર ડાન્સ કરીને લોકોનું મનોરંજન કર્યું હતું.
વિજેતાઓની યાદી પર એક નજર કરો
1 બેસ્ટ ફિલ્મ: એનિમલ (ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, પ્રણય રેડ્ડી વાંગા)
2 બેસ્ટ દિગ્દર્શક : વિધુ વિનોદ ચોપરા – 12મી ફેલ
બેસ્ટ અભિનેતા: શાહરૂખ ખાન – ફિલ્મ: જવાન
3 બેસ્ટ અભિનેત્રી: રાની મુખર્જી – ફિલ્મ: મિસિસ ચેટર્જી વિરુદ્ધ નોર્વે
શ્રેષ્ઠ સહાયક અભિનેતા: અનિલ કપૂર – એનિમલ
4 બેસ્ટ સહાયક અભિનેત્રીઃ શબાના આઝમી – ફિલ્મ: રોકી ઔર રાની કી પ્રેમ કહાની
5 નેગેટિવ ભૂમિકામાં બેસ્ટ એક્ટર: બોબી દેઓલ – ફિલ્મ એનિમલ
6 બેસ્ટ સંગીત નિર્દેશન: પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર – ફિલ્મ: એનિમલ
7 બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ): ભૂપિન્દર બબ્બલ – અર્જન વેલી (એનિમલ).