Fashion Maestro: બોલીવૂડના સ્ટાઈલિશ હીરો કોણ છે?
બોલીવૂડ કમ ફેશનની દુનિયામાં સ્ટાઈલિશ હીરો તરીકે કોની ગણતરી કરવામાં આવી હતી એ વાત ચર્ચાનો વિષય રહ્યો છે. ફક્ત સિલ્વર સ્ક્રીન પર નહીં, પરંતુ ફેશન ઈન્ડસ્ટ્રીમાં તેમનું નામ ટોચ પર લેવામાં આવતું હતું. આ અભિનેતાઓમાં કોનું મોખરાનું સ્થાન હતું એના અંગે અનેક તર્ક-વિતર્ક કરવામાં આવ્યા હતા, પરંતુ ટોચના દસ કલાકારોને જાણી લો જે ઓલ ટાઈમ ફેવરિટ ફેશનેબલ સ્ટાર રહ્યા છે. એના સિવાય શાહરુખ ખાન, અનીલ કપૂર અને રિતિક રોશનનું નામ લિસ્ટમાં નામ ના હોય પણ તેમની સ્ટાઈલના પણ મોટી સંખ્યામાં ચાહકો છે.

રણવીર સિંહ ફેશન ઉસ્તાદ
ધ ફેશન મેસ્ટ્રો તરીકે વન એન્ડ ઓન્લી વન ફેશન મેસ્ટ્રો તરીકે રણવીર સિંહનું નામ મોખરાનું છે. બોલીવુડમાં ફેશન ઉસ્તાદ તરીકે પણ નવાજવામાં આવે છે. ચાહે રણવીર સિંહ શૂટ પહેરે કે પછી કેઝ્યુઅલ સ્ટ્રીટવિયર શર્ટ યા પેન્ટ. તેની લાઈફસ્ટાઈલને સૌને મોહી લેનારી હોય છે, જ્યારે દરેક આઉટફીટમાં તેની ફેશનનો ચોક્કસ પરિચય થાય છે, તેથી નંબર વન ફેશન મેસ્ટ્રોનું બિરુદ આપવામાં આવ્યું છે.
વિજય વર્મા પણ સ્ટાઈલિસ્ટ આઈકન
બીજા નંબરે દક્ષિણ ભારતની ફિલ્મોનો સુપર સ્ટાર વિજય વર્માનું નામ પણ લેવાય છે. વિજય વર્માને કન્ટેમ્પરરી ગ્લેમરસ હીરો તરીકે પણ ઓળખાય છે. તેની કોઈ પાર્ટી યા ફંકશનની ઉપસ્થિતિ વખતે તેના ફેશનેબલ પરિધાન જ તે એક સ્ટાઈલ આઈકન હોવાનો પુરાવો આપે છે. ટ્રેડિશનલ વિયર હોય કે પછી વેસ્ટર્ન આઉટફીટમાં પણ તે હંમેશાં પાર્ટીમાં પણ છવાઈ જાય છે.

આયુષ્માન ખુરાના ટ્રેન્ડસેટર ગણાય છે
આયુષ્માન ખુરાનાને પણ સેટિંગ હાઈ ફેશન ટ્રેન્ડ તરીકે ઓળખાય છે. તખ્તાના કલાકાર તરીકે આયુષ્માન ખુરાનાએ ટૂંકા ગાળામાં ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં પોતાની પ્રતિભાના જોરે નામ કમાવ્યું છે. પણ ફેશન ક્ષેત્રે તેને એક ટ્રેન્ડસેટર તરીકે ઓળખવામાં આવે છે. તેના પહેરવેશમાં પણ દરેક વખતે અલગ અલગ સ્ટાઈલના કપડામાં જોવા મળે છે, જે દરેક વખત અલગ રીતે લોકોમાં તરી આવતો હોય છે.
શાહિદ કપૂરને હોટનેસ પર્સનલાઈઝ્ડ તરીકે નવાજવામાં આવે છે. જબ વી મેટ ફેમ સ્ટાર કહો કે પછી ડોક્ટર તરીકેના અભિનયમાં અય્યાસી જીવ તરીકે તરી આવેલા સ્ટાર એકદમ હેન્ડસમ લૂક માટે જાણીતો છે, જ્યારે તેના દમદાર અભિનય સાથે ટ્રેડિશનલ કે કેઝ્યુઅલ લૂકમાં તેની પર્સાનાલિટીની નોંધ લેવાય છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન પણ ખરા
છેલ્લે બે એવા સિતારાની વાત કરીએ તો મિસ્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને ટાઈમલેસ સોફિસ્ટિકેશન અને વરુણ ધવનને વાઈબ્રન્ટ વર્સાટિલિટી તરીકે ઓળખાય છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની બીજી ઓળખ એ છે ગયા વર્ષે જ કિયારા અડવાણી સાથે લગ્ન કર્યા હતા, જ્યારે સિદ્ધાર્થ ખૂદ ક્લાસિક લૂક માટે જાણીતો છે. તેના દરેક પરિધાન માટે તેને સ્ટાઈલ આઈકન માટે જાણીતો બન્યો છે. ફિલ્મ ડાયરેક્ટર ડેવિડ ધવનના દીકરા અને ફિલ્મી ક્ષેત્રે એકદમ ચોકલેટી અને કોમેડિયન અભિનય માટે જાણીતા વરુણ ધવન પણ બોલીવુડમાં એક વાઈબ્રન્ટ વર્સટિલિટી માટે જાણીતો છે.
