Demolition: વડોદરા પછી સોમનાથમાં બુલડોઝર ચલાવાતા અતિક્રમણોનો સફાયો
સોમનાથઃ વડોદરામાં ગેરકાયદે અતિક્રમણોનો સફાયો કરવાના અહેવાલો વચ્ચે શનિવારે સોમનાથમાં અતિક્રમણોને હટાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં 1400 પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા, જ્યારે અનેક પોલીસ સ્ટેશનના પોલીસના જવાનોને ખસેડવામાં આવ્યા હતા. પોલીસની આગેવાની હેઠળ ગેરકાયદે અતિક્રમોને હટાવવાની કામગીરી પાર પાડવામાં આવી હતી.
36 બુલડોઝરથી અતિક્રમણો હટાવાયા
ગુજરાતમાં ગેરકાયદે અતિક્રમણોને હટાવવા મુદ્દે સરકારી પ્રશાસન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. શુક્રવારે રાતથી શનિવારે દિવસભર ગેરકાયદે અતિક્રમણોને હટાવવા માટે 36 બુલડોઝરને કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યા હતા. અતિક્રમણના સ્થળેથી કાટમાળને હટાવવા માટે 70થી વધુ ટ્રેક્ટર ટ્રોલીને લઈ જવામાં આવી હતી, જ્યારે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ઉપયોગ કરવામાં આવશે.
સોમનાથ મંદિરના પાછળના ભાગનો ઉપયોગ
સોમનાથ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે સોમનાથ મંદિરના પાછળના ભાગનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે તેને હટાવવા માટે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. શુક્રવારે મોડી રાતના કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે અમુક સમય માટે બંધ કરી હતી.
હંગામો કરનારા લોકોએ કામગીરી અટકાવી
સોમનાથમાં ગુજરતા સરકારે બુલડોઝર મારફત કાર્યવાહી કરી હતી. આ અગાઉ મહિનાઓ પૂર્વે સર્વેની કામગીરી કરવામાં આવી હતી. સર્વેનું કામ પૂરું થયા પછી સોમનાથ મંદિર પાછળના હિસ્સાને સરકારી જમીન પરના અતિક્રમણો હટાવવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં અહીં અનેક કામકાજ થયા છે અને કાર્યવાહી પછી સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યમાં હવે ગતિ મળી શકે છે. ગેરકાયદે દબાણોને હટાવવા માટે મોડી રાત સુધી ઓપરેશન ચાલ્યું હતું, જ્યારે તેને રોકવા માટે સ્થાનિક લોકોએ રોકવા આંદોલન કર્યું હતું.
1400 પોલીસ કર્મચારીને કરાયા તહેનાત
અતિક્રમણોને દૂર કરવા માટે પોલીસને તહેનાત કરવામાં આવ્યા હતા, પરંતુ પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને 1,400 પોલીસને તહેનાત કર્યા હતા. આ ઉપરાંત, અનેક પોલીસ સ્ટેશનના લોકોને ઘટનાસ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસના બંદોબસ્તને કારણે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં એ જણાવવાનું કે શુક્રવારે સરકારે વડોદરામાં વિશ્વામિત્રીની નદીના પટના ગેરકાયદે અતિક્રમણોને હટાવવાના વચ્ચે સોમનાથમાં અતિક્રમણો હટાવ્યા હતા.