December 20, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

લાખના બાર હજારઃ 107 રુપિયાનો શેર તૂટીને એક રુપિયા થઈ ગયો, પછી…

Spread the love

મુંબઈઃ દેશના સૌથી મોટા ઉદ્યોગ ગૃહ રિલાયન્સનું નામ અને ક્રેડિટની આજે પણ શાખ પુરવામાં આવે છે. માર્કેટમાં અનિલ અંબાણી ગ્રુપ દેવાદાસ થયા પછી પણ માર્કેટમાં ફરી એક વાર તેજીના માર્ગે જવાના વર્તારા છે. અનિલ અંબાણી ગ્રુપની કંપની તૂટ્યા પછી પણ હવે ફરી એક વખત તેજીના માર્ગે હોવાથી ચર્ચામાં છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સનો શેર તળિયેથી તેજી માર્ગે છે. રિલાયન્સ ગ્રુપની હાઉસિંગ ફાઈનાન્સ કંપનીના શેરની વાત કરી એ છીએ, જેમાં શેરમાં નિરંતર લેવાલી જોવા મળે છે. અધોગતિ પછી પણ માર્કેટના સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. એટલે એક તબક્કે 107 રુપિયાનો શેર તૂટીને એક રુપિયાનો થયો હતો, જે હવે તેજીના માર્ગે છે.
ગયા શુક્રવારે પાંચ ટકાનો ઉછાળો
ગયા અઠવાડિયા દરમિયાન શેરના ભાવમાં તૂફાની તેજી જોવા મળી હતી. શુક્રવારે માર્કેટમાં શેરનો ભાવ પાંચ ટકા વધીને 4.36 રુપિયાને મથાળે રહ્યો હતો. હાલના તબક્કે માર્કેટથી દૂર રહેવાનો આદેશ પછી અનિલ અંબાણી નિરંતર પોતાના દેવાને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે તેની અસર માર્કેટના શેર પર જોવા મળી છે.
107 રુપિયાનો સ્ટોકનો ભાવ હતો
રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરના ભાવમાં પાંચ ટ્રેડિંગ સેશનમાં 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે છ મહિનામાં 45 ટકાની તેજી જોવા મળી છે. એક વર્ષમાં શેરના ભાવમાં 140 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 22 ડિસેમ્બર 2017ના શેરનો ભાવ 107 રુપિયાનો હતો, જે લગભગ 96 ટકા ગબડ્યો હતો. રિલાયન્સ હોમ ફાઈનાન્સનો શેર નવમી જાન્યુઆરી 2024ના 6.22 રુપિયાએ પહોંચીને 52 અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે 17મી ઓગસ્ટ 2023ના શેરનો ભાવ 1.61 રુપિયાની બાવન અઠવાડિયાની તળિયાની સપાટીએ હતો.
શેરહોલ્ડિંગની પેટર્ન જાણી લો
રિલાયન્સ હોમ ફાઈનાન્સમાં પબ્લિક શેર હોલ્ડિંગ 99.26 ટકા છે, જ્યારે પ્રમોટર અનિલ અંબાણીના પરિવારનો હિસ્સો 0.74 ટકા છે. પબ્લિક શેરહોલ્ડર્સમાં ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)નો વધુ હિસ્સો છે. એલઆઈસી પાસે રિલાયન્સ કંપનીના 74,86,599 શેર છે. આ હિસ્સો લગભગ 1.54 ટકા છે.
મેનેજમેન્ટમાં ધરખમ ફેરફાર
માર્કેટમાં રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરમાં લેવાલી જોવા મળી રહી છે, ત્યારે કંપનીના માર્કેટના મેનેજમેન્ટમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ સ્ટોક માર્કેટને જણાવ્યું છે કે કંપનીના બોર્ડમાં નોન-એક્ઝક્યુટિવ ડિરેક્ટર તરીકે સંજય શિંદેની નિમણૂક કરવામાં આવી છે. મંદીમાંથી તેજી માટે કંપનીનું માળખું પણ વધુ મજબૂત બને તો તેજી ટકી શકે છે, એમ વર્તુળે જણાવ્યું હતું.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!