July 1, 2025
નેશનલ

Happy Birthday PM Modi: 13 વર્ષની દીકરીએ મોદીનું પેન્ટિંગ દોરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે 13 વર્ષની છોકરીએ મોદીને મોટી ભેટ આપી છે. 800 કિલો બાજરાનો ઉપયોગ કરીને પીએમ મોદીનું પેન્ટિંગ બનાવ્યું છે, જે દુનિયાની સૌથી મોટી મિલેટ પેન્ટિંગ છે અને એ રેકોર્ડ પણ બની ગયો છે. બાજરાથી કરવામાં આવેલી કલાકૃતિને 12 કલાકમાં પૂરું કર્યું છે. આ પેઈન્ટિંગ બનાવનાર પ્રેસ્લી શેકિના નામની વિદ્યાર્થિની ઉંમર 13 વર્ષની છે, જ્યારે તે ચેન્નઈની વેલ્લામ્મલ સ્કૂલની વિદ્યાર્થિની છે. પીએમ મોદીના જન્મદિવસને વિશેષ રીતે મનાવવાની ઈચ્છાને લઈ પ્રેસ્લી શેકિનાએ પેન્ટિંગ બનાવવાના પ્રોજેક્ટનું કામ શરુ કર્યુ હતું અને સફળતાથી પાર પાડ્યું હતું.
પ્રેસ્લીએ સવારે 8.30 વાગ્યે પેન્ટિંગ બનાવવાનું શરુ કર્યું હતું, જે રાતના સાડા આઠ વાગ્યે પૂરું થયું હતું, જ્યારે આ પેન્ટિંગ એટલે કલાકૃતિ 600 વર્ગ ફૂટમાં ફેલાયેલી છે. આ કલાકૃતિએ એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. આ પેન્ટિંગ દુનિયાની સૌથી મોટી મિલેટ પેન્ટિંગ તરીકે બનાવવામાં સફળતા મળી છે. પ્રેસ્લી શેકિનાના પિતા પ્રતાપ સેલ્વમ અને માતા સાંકીર છે. તેમની દીકરીએ બનાવેલી સિદ્ધિને યુનિકો વર્લ્ડ રેકોર્ડ્સમાં માન્યતા મળી છે. યુનિકો વર્લ્ડ રેકોર્ડના નિર્દેશક આર. શિવરામને પ્રેસ્લી શેકિનાને સર્ટિફિકેટ અને એવોર્ડ આપ્યો હતો, જ્યારે પ્રેસ્લીના કામની પણ સ્કૂલના પ્રિન્સિપાલ અને પરિવારના લોકોએ જોરદાર પ્રશંસા કરી હતી.


પ્રેસ્લી શેકિનાએ બનાવેલી પેન્ટિંગની પણ આર્ટિસ્ટ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પેન્ટિંગ બનાવ્યા પછી પીએમ મોદીના જન્મદિવસની વિશેષ બનાવ્યો છે. અહીં એ જણાવવાનું કે મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં અનેક શો-રુમ દુકાનમાં ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જ્યારે પાર્ટી દ્વારા દેશભરમાં આજથી સેવા પખવાડિયા શરુ કરશે. 17મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે. આ અભિયાન અન્વયે રક્તદાન શિબિર, સ્વચ્છતા અભિયાન, ડ્રોઈંગ કોમ્પિટિશન, વૃક્ષારોપણ સહિત અન્ય વિષયો આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!