લાખના બાર હજારઃ 184 રુપિયાનો શેર છ રુપિયાના ભાવે પટકાયા પછી…
મુંબઈઃ સ્ટોકમાર્કેટમાં લાંબા ગાળાનું રોકાણ કરવાનું ફાયદાકારક રહી શકે છે, પરંતુ એનાલિસિસના આધારે અને એ પણ જોખમ લઈ શકાય એટલું રોકાણ કરવાનું હિતાવહ રહે છે. અમુક સ્ટોકના ભાવ તળિયેથી ટોચના મથાળે પહોંચે છે, જ્યારે અમુક શેર ટોચ પરથી નીચે પટકાય છે. આ વખતે વાત કરીએ કિશોર બિયાનીના ફ્યુચર ગ્રુપની.
નીચે પટાકાયા પછી અપર ટ્રેન્ડમાં છે
ફ્યુચર ગ્રુપના ફ્યુચર માર્કેટ જનરલ શેરની સફર કોઈ ચમત્કારથી કમ નથી. ગયા અઠવાડિયાના અંતમાં બે ટકા ઘટીને 12.47 રુપિયાએ બંધ રહ્યો હતો. કંપનીના શેરના ભાવમાં નિરંતર ઉપલી સર્કિટ લાગી હતી. મહિનામાં શેરના ભાવમાં 80 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 6.87 રુપિયાનો ભાવ વધીને શુક્રવારે 12.47 રુપિયાએ પહોંચ્યો હતો, પરંતુ એકંદરે પાંચ દિવસમાં આઠ ટકા તૂટ્યો છે, જ્યારે લાંબા સમયગાળાના રોકાણકારોને પણ મોટો ફટ્યો પડ્યો છે. લાંબા સમયની વાત કરીએ તો પણ શેરના ભાવમાં 93 ટકાનું ધોવાણ થયું છે.
આ વર્ષે અત્યાર સુધીમાં 100 ટકાથી વધારો
ફચુચર માર્કેટ્સ જનરલનો શેર આ વર્ષે અત્યાર સુધીમાં 106 ટકાનો સુધારો થયો છે, જ્યારે એક વર્ષમાં 103 ટકાની તેજી જોવા મળી છે. હાલમાં શેર છ રુપિયાથી વધીને વર્તમાન ભાવે પાછો ફર્યો છે. જોકે, લાંબા સમયગાળા દરમિયાન સ્ટોકના ભાવમાં રોકાણ કરનારાને નુકસાન થયું છે. 2019થી અત્યાર સુધીમાં 70 ટકાનું ગાબડું પડ્યું છે. 25 ઓક્ટોબર 2019ના શેરનો ભાવ 40 રુપિયા હતો. 2017થી અત્યાર સુધીમાં શેરનો ભાવ 93 ટકા ઘટ્યો છે. આઠમી સપ્ટેમ્બર 2017ના શેરનો ભાવ 184 રુપિયાથી ઘટીને 12.41 રુપિયાએ પહોંચ્યો હતો, જ્યારે હાલના તબક્કે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન લગભગ 71.76 કરોડ રુપિયા છે.
ફયુચર માર્કેટસનો નફો પણ વધારો થયો
કંપનીનો ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં ફચુચર માર્કેટસ નેટવર્કસનો ચોખ્ખો નફો તેની આવક કરતા વધારે રહ્યો છે. કંપનીનો પ્રોફિટ 586 ટકા વધીને 83.4 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના ત્રિમાસિકગાળામાં 12.16 કરોડ હતો. અસાધારણ વસ્તુને છોડીને કંપનીનો ત્રિમાસિકગાળાનો ચોખ્ખો નફો વાર્ષિક 40 ટકા ઘટીને 73.6 લાખ રુપિયા રહ્યો હતો.
કંપનીની પ્રોપર્ટીઝમાં વધારો થયો
જૂનના ત્રિમાસિકગાળામાં 22.40 કરોડ રુપિયાની તુલના આવક લગભગ 9.7 ટકા વધીને 24.6 કરોડ થઈ છે. કંપનીની પ્રોપર્ટીઝમાં મુલુંડ-પશ્ચિમ, મુંબઈમાં આર-મોલને સાતમી મેના હીરો ફિનકોર્પ પ્રાઈવેટ લિમિટેડને પોતાના કબજામાં છે, જેથી કંપનીનો નફો 46.71 કરોડ હતો. અન્ય રીતે પણ કંપનીના પ્રોફિટમાં વધારો થયો છે.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)