એક ઓવરમાં 13 બોલઃ રોશન પ્રાઈમસનું નામ નોંધાયું આ રેકોર્ડમાં…
ક્રિકેટમાં છ બોલની એક ઓવરની પ્રથામાં વર્ષો જૂની છે. ક્યારેક બોલર એક-બે યા ત્રણ ચાર એક્સ્ટ્રા બોલ નાખે દેતો હોય છે, પરંતુ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરે એક ઓવરમાં 13 બોલ નાખીને ક્રિકેટના ઇતિહાસમાં સૌથી શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. સામેની ટીમના રોશન પ્રાઈમસ નામના બોલરે એક ઓવરમાં 13 બોલ ફેંક્યા, જેમાં 23 રન આપીને શરમજનક વિક્રમ નોંધાવ્યો હતો. એટલે ભાઈસાહેબ બોલર સૌથી શરમજનક બોલિંગ કરનારી ક્લબમાં આવી ગયા છે.
સીપીએલમાં નોંધાયો શરમજનક રેકોર્ડ
સામાન્ય રીતે એક ઓવરમાં છ બોલ નાખવાનો નિયમ છે, ક્યારેક બોલર એકાદ બે વાઈડ યા નો-બોલ નાખે તો વધુ બોલિંગ કરવી પડે છે. પરંતુ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરે પૂરી બે ઓવર અને એના ઉપર એક વધુ બોલ નાખવાની ફરજ પડી હતી. સીપીએલ 2024ની 13મી મેચમાં એક બોલરે નવો રેકોર્ડ નોંધાવ્યો.
એન્ટિગુઆ અને બરમુડા વચ્ચેની મેચ
સીપીએલની મેચમાં બાર્બાડોસ રોયલ્સ અને એન્ટિગુઆ એન્ડ બરમુડા ફાલ્કન્સ વચ્ચે મેચ હતી. ટોસ હાર્યા પછી એન્ટિગુઆ એન્ડ બરમુડા ફાલ્કન્સની ટીમે પહેલા બેટિંગ લીધી હતી. ઓપનર જસ્ટિન અને સેમ બિલિંગ્સે શાનદાર શરુઆત કરી હતી. અડધી સદીની મદદથી બરમુડા ફાલકન્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 176 રન બનાવ્યા હતા.
રોશન પ્રાઈમસનું નામ ટીમને યાદ રહેશે
એના પછી બારબાડોસ રોયલ્સ બેટિંગમાં આવી તો એન્ટિગુઆના બોલરની લાઈન લેન્થ એટલી બગડી તો એક ઓવર 13 બોલમાં પૂરી થઈ. રોશોન પ્રાઈમસ 12મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો ત્યારે કિવન્ટોન ડીકોક ક્રીઝ પર હતો. રોશોને બે વાઈડ બોલ નાખ્યા હતા, ત્યારબાદ નો બોલ અને ક્વિન્ટન ફ્રી હીટ પલ સિક્સર મારી હતી. એના પછી બીજો બોલ વાઈડ રહ્યો હતો. એના પછીના બોલમાં સિંગલ રન લીધા હતા. અડધી ઓવર તો સાત બોલ ખર્ચી નાખ્યા હતા અને એના પછી ચોથા બોલે કિવન્ટનને આઉટ કર્યો પણ પાંચમો બોલ પણ નો બોલ નાખ્યો હતો. પાંચમા બોલે ચોગ્ગો માર્યો હતો. ઓવર પૂરી થવાની રાહ જોતો રોશોન વાઈડ અને નોબોલ ફેંક્યો હતો, જેમાં ડેવિડ મિલરે ચોગ્ગો ફટકાર્યો હતો.
— Cricket Cricket (@cricket543210) September 12, 2024
13 બોલમાં 23 રન આપ્યા રોશન પ્રાઈમસ
આમ રોશોન પ્રાઈમસે એક ઓવરમાં 13 બોલમાં 23 રન ફટકાર્યા હતા. આમ રોશોન પ્રાઈમસે એક ઓવરમાં સૌથી વધુ બોલ ફેંકવાનો શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધ્યો હતો. આ અગાઉ ટવેન્ટી-ટવેન્ટીમાં 14 બોલમાં લુવસનજુંડુઈ એર્ડેનેલબુલગન (મંગોલિયા) વિરુદ્ધ જાપાન એક ઓવરમાં 20 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત, થિનલે જામત્શો (ભુટાન) વિરુદ્ધ માલદીવ એક ઓવરમાં 13 રન આપ્યા હતા.