સિનિયર સિટીઝનના ફાયદાની વાતઃ 70+ નાગરિકોને મળશે આયુષ્યમાન યોજનાનો લાભ
70 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકોને 5 લાખનો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ મળશે
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ આવકને ધ્યાનમાં લીધા વિના 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય કવરેજને મંજૂરી આપી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આશરે 4.5 કરોડ પરિવારો સાથે છ કરોડ વરિષ્ઠ નાગરિકને કુટુંબના ધોરણે 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવચ સાથે લાભ મળશે.
સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના મળશે લાભ
કેબિનેટે આપેલી આ મંજૂરી સાથે 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના AB PM-JAYના લાભો મેળવવા માટે પાત્ર બનશે. ઉપરાંત, પાત્ર વરિષ્ઠ નાગરિકોને AB PM-JAY હેઠળ નવું અલગ કાર્ડ મળશે. 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો જેઓ એબી પીએમ-જેએ હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવ્યા છે તેઓ તેમના માટે દર વર્ષે ₹ 5 લાખ સુધીનું વધારાનું ટોપ-અપ કવર મળશે, પરંતુ ઘરના અન્ય સભ્ય તેનો લાભ લઈ નહીં શકે.
આયુષ્માન ભારત યોજનાનો કઈ રીતે મળશે લાભ
કુટુંબ કે જેઓ 70 વર્ષથી ઓછી ઉંમરના છે). 70 વર્ષ અને તેથી વધુ વયના અન્ય તમામ વરિષ્ઠ નાગરિકોને કુટુંબના ધોરણે પ્રતિ વર્ષ ₹5 લાખ સુધીનું કવર મળશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો કે જેઓ ખાનગી આરોગ્ય વીમા પૉલિસી અથવા કર્મચારીઓની રાજ્ય વીમા યોજના હેઠળ છે તેઓ AB PM-JAY હેઠળ લાભ મેળવવા માટે પાત્ર હશે.
એપ્રિલ, 2024માં યોજના શરુ કરી હતી
70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને કવરના વિસ્તરણની જાહેરાત અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2024માં કરી હતી. AB PM-JAY યોજનામાં લાભાર્થી આધારનો સતત વિસ્તરણ જોવા મળ્યો છે. શરૂઆતમાં, 10.74 કરોડ ગરીબ અને નબળા પરિવારો જેમાં ભારતની નીચેની 40 ટકા વસ્તીનો સમાવેશ થાય છે તેમને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. બાદમાં, ભારત સરકારે, જાન્યુઆરી 2022માં, AB PM-JAY હેઠળ લાભાર્થી આધારને 10.74 કરોડથી 12 કરોડ પરિવારોમાં સુધારીને 2011ની વસ્તી કરતાં 11.7 ટકાની ભારતના એક દસકાની વસ્તી વૃદ્ધિને ધ્યાનમાં લીધી હતી.
પાંચ લાખનો મફત કેશલેસ હેલ્થ ઈન્શયોરન્સનો લાભ
દેશભરમાં કાર્યરત 37 લાખ ASHA/AWW/AWH અને તેમના પરિવારોને મફત આરોગ્યસંભાળ લાભો માટે આ યોજનાનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો હતો. મિશનને આગળ વધારતા AB PM-JAY હવે સમગ્ર દેશમાં 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ નાગરિકોને રૂપિયા પાંચ લાખનો મફત કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સનો લાભ મળશે.