July 1, 2025
મની મેનેજમેન્ટ

નેશનલ પેન્શન સ્કીમવાળા ખાતાધારક છો તો વાંચો મહત્ત્વની માહિતી

Spread the love

એનપીએસ એટલે નેશનલ પેન્શન સિસ્ટમ સ્કીમવાળા ખાતાધારકો (NPS Account Holder)એ પોતાની નિવૃત્તિની રકમ પર નિયંત્રણ રાખવા અને વ્યવસ્થિત રોકાણ કરવાની યોજનાનો લાભ ઉઠાવી શકે છે, જે અન્વયે સરકારે નવી વ્યવસ્થા શરુ કરી છે. આ નવી વ્યવસ્થા અન્વયે ગ્રાહક પોતાની રકમ ટ્રાન્સફર કરવા માટે હવે યુપીઆઈના ક્યુઆર કોડનો ઉપયોગ કરી શકશે.
યુપીઆઈ ક્યુઆર કોડ મારફત રોકાણ કરી શકાય
જો તમે પણ એનપીએસના સબ્સક્રાઈબર છો તો પેન્શન ફંડ નિયામક (પીએફઆરડીએ) વતીથી નવી સુવિધા શરુ કરી છે. પીએફઆરડીએએ એનપીએસની સ્કીમમાં રોકાણ કરનારા ગ્રાહકોને યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે યુપીઆઈ ક્યુઆર કોડ મારફત પોતાનું રોકાણ કરવાની મંજૂરી આપી છે.
ગ્રાહક પોતાની રકમ પણ ટ્રાન્સફર કરી શકે
પીએફઆરડીએ તરફથી એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ રોકાણની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. એનપીએસ એકાઉન્ટ ખોલનારા રોકાણકારોને આ સિસ્ટમ વધુ સરળ અને ઉપયોગી બનાવવામાં આવશે. વાસ્તવમાં એનપીએસ રોકાણ માટેનું ઉત્તમ યોજના છે, જેમાં નિવૃત્તિની વયવાળા લોકો વિશેષ રોકાણ કરે છે. બચત માટેનું વિશ્વસનીય યોજના હોવાથી ભવિષ્ય ઉજ્જવળ રહે છે. આ મુદ્દે પીએફઆરડીએએ ગ્રાહક પોતાની રકમને ટ્રાન્સફર કરવા માટે યુપીઆઈ કોડ યૂઝ કરી શકશે.
10 લાખ ડી-રેમિટ આઈડી બનાવાયા
કઈ રીતે વાત કરીએ. તમામ સબ્સક્રાઈબર્સને ડી-રેમિટનો યૂઝ કરીને સીધા બેંક એકાઉન્ટ મારફત રોકાણ કરવાનો વિકલ્પ આપે છે. ડી-રેમિટ આઈડીમાં પંદર ડિજિટ હોય છે, જેને ગ્રાહકોએ સેવિંગ એકાઉન્ટથી વોલેન્ટિયર કોન્ટ્રીબ્યુશન ટ્રાન્સફર કરતી વખતે ઈન્ટરનેટ બેંકિંગમાં લાભાર્થીને જોડવામાં આવે છે. પીએફઆરડીએ વતીથી જારી પરિપત્રમાં જણાવ્યું છે કે ડી-રેમિટનો ઓપ્શન રોકાણકારો ઉપયોગ કરી શકે છે. અત્યાર સુધી અલગ અલગ 10 લાખ ડી-રેમિટ આઈડી બનાવવામાં આવ્યા હતા.
યુપીઆઈ એનેબલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે
એનપીએસ ગ્રાહકો ડી-રેમિટ બેઝ્ડ ક્વિક રિસ્પોન્સ (ક્યુઆર) કોડ મારફત એનપીએસ એકાઉન્ટમાં રોકાણ કરી શકે છે. ગ્રાહક ક્યુઆર કોડને સ્કેન કરીને કોઈ પણ યુપીઆઈ એનેબલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રોકાણ કરી શકે છે. ક્યુઆર કોડ દરેક ગ્રાહક માટે અલગ હોય છે અને જે ચૂકવણી વખતે ઓફલાઈન સેવ કરી શકો છો. બીજી મહત્ત્વની વાત પીએફઆરડીએએ કહી છે કે નવા પરિપત્ર અનુસાર ક્યુઆર કોડ ટિયર વન ટિયર ટૂ માટે અલગ અલગ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!