Family Time: બિગ બીએ ભાઈ અજિતાભ સાથેના બોન્ડિંગની કરી મજેદાર વાત, શું કહ્યું?
ભારતીય ફિલ્મોના શહેનશાહ કહો કે બિગ બીનો પરિવાર આજે પણ ચર્ચામાં છે. છેલ્લા પાંચ દાયકાથી બચ્ચન પરિવાર દરેક વખતે ચર્ચામાં રહ્યો છે, જેમાં ચાહે અમિતાભ બચ્ચનની ફિલ્મોની વાત હોય કે સફળતા, નિષ્ફળતા, રાજકારણ કે પછી અફેર. છેલ્લે દીકરા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના સંબંધોની નાવ દાવ પર લાગી છે. ખેર, અમિતાભ બચ્ચન મોસ્ટ સિનિયર થયા પછી હજુ પણ બિઝનેસ અને ફિલ્મી દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. પરિવાર સાથે રહીને પણ હજુ કૌન બનેગા કરોડપતિ હોય કે અન્ય ફિલ્મને લઈ ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં પોતાના ભાઈ સાથેના બોન્ડિંગની મજેદાર વાત કરીને ચારેબાજુથી લોકપ્રિયતા મેળવી રહ્યા છે.
ઝઘડા-વિવાદ વચ્ચે પણ પ્રેમ અતૂટ
અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિની સિઝન 16ને હોસ્ટ કરી રહ્યા છે. હંમેશના માફક પોતાના પરિવાર સાથેના કિસ્સા કહેતા હોય છે ત્યારે તાજેતરના એપિસોડમાં ભાઈ અજિતાભ અંગે મહત્ત્વની વાત કહી હતી. કેબીસીના એપિસોડમાં કન્ટેસ્ટન્ટે પૂછ્યું કે તેમના ભાઈ સાથે કેવા સંબંધ છે તો અમિતાભે અજિતાભનો ઉલ્લેખ કર્યો હતો. બિગ બીએ કહ્યું કે ભાઈઓની વચ્ચે ઝઘડો થાય એમ અમારી વચ્ચે વિવાદ-ઝઘડો, લડાઈ થતી, પણ પ્રેમ અતૂટ હતો.
બ્લેકમેઈલ કરવાનું ચૂકતા નહીં
ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અંગે કન્ટેસ્ટન્ટે પૂછ્યું તો બિગ બીએ વધુમાં કહ્યું કે તે પોતાના ભાઈ સાથે તમામ સક્રિકેટ્સ શેર કરતા હતા, જે મા-બાપ સાથે શેર કરતા હતા. ભાઈ સાથે ઝઘડો થયા પછી એકબીજાને બ્લેકમેલ કરવાનું ચૂકતા નહીં. અને અનેક વખત ધમકી પણ આપતા કે મા-બાપને સિક્રેટ્સ કહેશે.
ફિલ્મોમાં જવાની આપી હતી સલાહ
એક્ટિંગ ક્ષેત્રે કારકિર્દી માટે ખાસ કરીને અમિતાભ બચ્ચને કહ્યું કે ભાઈ અજિતાભનું યોગદાન મોટું છે. બે ભાઈ હોય કે બહેન એમાં નાનો ભાઈ હોય એના માટે સકારાત્મક વાતાવરણ હોય. એટલે પ્રોડક્ટિવ વાતાવરણ હોય છે. અને બધા લોકો તેની વધુ દરકાર લેતા હોય છે. પોતાનો કિસ્સો જણાવતા બિગ બી એ કહ્યું કે કોલકાતામાં અમે હતા ત્યારે અજિતાભે મારો ફોટોગ્રાફ લીધો અને એક કોન્ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો અને કહ્યું હતું કે તારે ફિલ્મોમાં જવું જોઈએ.