July 1, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

શેર યા સવાશેરઃ એક વર્ષમાં બાવ રુપિયાના અઢીસોએ પહોંચ્યો આ એનર્જી શેરનો ભાવ

Spread the love

માર્કેટમાં નિરંતર વોલિટિલિટી રહે છે, જેમાં અગાઉ એનર્જીને સેક્ટરના સુઝલોન શેરની વાત કરી. ધીમી ગતિએ પણ સ્ટોકમાં મજબૂતાઈ જોવા મળી હતી. વધુ એક એનર્જી શેરની માર્કેટમાં અવિરત લેવાલી જોવા મળતા તળિયામાંથી ઊંચા શિખરે પહોંચ્યો છે. Inox Wind Shareના ભાવમાં જોરદાર લેવાલી રહી છે, જે એક વર્ષમાં 370 ટકાથી વધુ ઉછળ્યો છે.
એક વર્ષ પહેલા રોકાણ કર્યું હોત તો
આઈનોક્સ વિંડ શેરમાં એક વર્ષ પહેલા જો રોકાણ કર્યું હતું તો એક લાખ રુપિયાના 4.70 લાખ રુપિયા થયા હતો, કારણ કે બાવન રુપિયાના શેરનો ભાવ વધીને 250 રુપિયા પાર કર્યો છે. ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચીને એક તબક્કે 250.50 રુપિયાનો ભાવ બોલાયો હતો. ઊંચી સપાટીએ પહોંચ્યા પછી શેરનો ભાવ ઘટીને 240ની આસપાસ પણ રહ્યો હતો. આઈનોક્સ વિન્ડ શેરનો તળિયાનો ભાવ એટલે એક વર્ષની નીચી સપાટી 47 રુપિયાની હતી.
રોકાણકારોને 2750 ટકાથી વધુ રિર્ટન આપ્યું
છેલ્લા અઠવાડિયામાં એકંદરે સ્ટોકના ભાવે નવ ટકાથી વધુ રિટર્ન આપ્યું હતું, જ્યારે એક મહિનામાં 17 ટકાનું વળતર આપ્યુ હતું. આમ છતાં લાંબા સમયગાળાના રોકાણકારોની દૃષ્ટિએ વાત કરીએ તો છેલ્લા છ મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ થયા છે. એક વર્ષમાં સ્ટોકે 87 ટકાનું વળતર આપ્યું હતું, જ્યારે પાંચ વર્ષ પહેલા રોકાણ કરનારા ઈન્વેસ્ટરને લગભગ 2750 ટકાનું રિટર્ન મળ્યું છે, જે ઐતિહાસિક ગણી શકાય.
માર્કેટ કેપમાં 378 ટકાનો વધારો
માર્કેટના નિષ્ણાતોના જણાવ્યાનુસાર આઈનોક્સ વિન્ડ માટે લાંબા ગાળા માટે ખરીદી કરી શકાય એવી સલાહ આપે છે. આમ છતાં કંપનીના પરિણામોની ગતિવિધિને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું. આજે પણ સ્ટોકમાર્કેટમાં શેરના ભાવમાં લેવાલી રહી છે, જે 250 રુપિયાની સપાટીએ પહોંચ્યો હતો. શેરના ભાવમાં લેવાલી વચ્ચે એક તબક્કે ઘટાડો નોંધાતા ઘટીને 240 રુપિયાએ પણ રહ્યો હતો. વિન્ડ અને એનર્જી સેક્ટરમાં અગ્રણી કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન અથવા નેટ વર્થ 314.89 અબજની છે, જ્યારે એક વર્ષમાં કંપનીની માર્કેટ કેપ 378 ટકાનો વધારો થયો છે.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!