‘પુષ્પા ગર્લ’ ફેમ અભિનેત્રી બની અકસ્માતનો શિકાર, અને લખ્યું જીવન બહુ નાનું છું, કલ હો ના હો…
મુંબઈઃ સાઉથની ફિલ્મો સાથે હિન્દી ફિલ્મોમાં મોટું નામ કમાવનારી પુષ્પા ગર્લ રશ્મિકા મંદાનાએ તાજેતરમાં એક પોસ્ટ કરી હતી, જેને લઈને લાઈમલાઈટમાં આવી છે. રશ્મિકા મંદાના કહેવાય છે કે અકસ્માતનો ભોગ બની અને એની વાત દિલ ખોલીને કરતા તેના ચાહકોમાં ચિંતા જગાવી હતી. નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ બોલીવુડમાં પોતાની આગવી ઓળખ બનાવી છે, જ્યારે પુષ્પા ફિલ્મથી લોકપ્રિયતામાં વધારો થયો છે. તેના અભિનય સાથે સાદગીની લઈને પણ ચર્ચામાં રહે છે તેમ જ સોશિયલ મીડિયામાં પણ છવાયેલી રહે છે.
હિન્દી ફિલ્મ એનિમલની લીડ રોલમાં જોવા મળેલી રશ્મિકાને ઉત્તર ભારતની વતની બતાવવામાં આવી હતી, જે ક્યુટનેસને લઈ ચર્ચામાં રહી હતી, પણ તાજેતરમાં એક અકસ્માતને લઈ લાઈમલાઈટમાં આવી છે. અકસ્માતથી પરેશાન થઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ લખી નાખી છે. લખ્યું છે કે દોસ્તો કેમ છો અને અહીં આવે ઘણો વખત પણ થઈ ગયો છે.
થોડા મહિનાથી હું સક્રિય પણ નહોતી અને એનું કારણ હતું એક નાનો અકસ્માત. હું ડોક્ટરના કહેવાથી ઘરે હતી અને આરામ ફરમાવતી હતી. હાલમાં સારી છું પણ ટૂંક સમયમાં પણ સક્રિય થઈ જઈશ. લાંબી લચક પોસ્ટ લખી છે, જેમાં છેલ્લે લખ્યું છે કે સૌએ પોતાની દરકાર લેવી જોઈએ. જીવન બહુ નાનું છે અને આપણને એ પણ ખબર નથી કે કાલે આપણે છીએ કે નહીં, તેથી દરેક દિવસે ખુશ રહો અને ખુશીઓને વહેંચો.
જિંદગીની રિયલ ફિલોસોફી વહેંચતા રશ્મિકાનો અંદાજ પણ તેના ચાહકોને ગમ્યો છે. આ પોસ્ટને લાખો લોકોને ગમી છે, જ્યારે 6,000થી વધુ લોકોએ પ્રતિક્રિયા આપી છે. હજારો લોકોને ફિલોસોફી પસંદ પડી છે. અમુક લોકોએ તેને ઝડપથી સાજા થવાની પણ શુભેચ્છાઓ આપી હતી.
રશ્મિકા મંદાના સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાથી તેની ફેન એન્ડ ફોલોઈંગની લિસ્ટ બહુ લાંબી છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર તેના કરોડો ચાહકો ફોલોઅર્સ છે. તેની ફિલ્મની વાત કરીએ તો છેલ્લે એનિમલમાં જોવા મળી હતી, જ્યારે આગામી દિવસોમાં સલમાન ખાન સાથે સિકંદરમાં જોવા મળશે. રશ્મિકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો સાઉથના જાણીતા અભિનેતા વિજય દેવરાકોંડા સાથે અફેરને લઈ ચર્ચામાં રહે છે.