5,000 રુપિયાની એસઆઈપીથી બની શકો છો કરોડપતિ, જાણો કેટલા સમયમાં?
જો તમારી ઓછી આવક હોય તો પણ તમે પૈસા બચાવી શકતા હોય તો લાંબા ગાળે તમારા માટે પૈસાની બચત કરવાનું ફાયદાકારક રહે છે. ટીંપે ટીંપે સરોવર ભરાય એ કહેવતને ધ્યાનમાં રાખીને પણ તમે ઓછા પૈસાનું રોકાણ કરીને પણ લાંબા સમયગાળા દરમિયાન તમે ફાયદો મેળવી શકો છો. લોંગ ટર્મને ધ્યાનમાં રાખીને તમે પણ કરોડપતિ બની શકો છે.
જો તમે લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને ઈન્વેસ્ટ કરતા ઈચ્છતા હો તો માર્કેટમાં અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. ખાસ કરીને લાંબા સમયગાળા માટે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી (Systematic Investment Plan)ને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
30 વર્ષ માટે રોકાણ કરવાની યોજના ધરાવતા હો તો
જો કોઈ વ્યક્તિ દાખલા તરીકે રુપિયા 5000થી એસઆઈપીની શરૂઆત કરે અને દર વર્ષે એસઆઈપીની રકમમાં પાંચ ટકા વધારો કરે છે તો નિર્ધારિત લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. જો તમને આ રોકાણ યોજના પર દર વર્ષે સરેરાશ 12 ટકાનું અપેક્ષિત વળતર મળે છે, તો 30 વર્ષમાં તમારી પાસે 2.63 કરોડ રૂપિયાનું ફંડ હોઈ શકે છે.
27 વર્ષના સમયગાળામાં ઈન્વેસ્ટ કરવા ઈચ્છતા હો તો
એ જ રીતે દર વર્ષે તમે જો પાંચ હજાર રુપિયાની એસઆઈપીથી શરુઆત કરો તો દર વર્ષે તમારી એસઆઈપીની રકમમાં 10 ટકા વધારો કરો તો તેના પર તમને દર વર્ષે 12 ટકાનું અંદાજિત રિર્ટન મળે તો ફક્ત 27 વર્ષમાં 2.86 કરોડ રુપિયાનું ફંડ બનાવી શકો છો.
દર વર્ષે એસઆઈપીમાં પાંચ ટકા વધારો કરો તો
એના સિવાય જો તમે 5,000 રુપિયાથી એસઆઈપી શરુ કરો તો દર વર્ષે પાંચ ટકા વધારો કરો તો તમને દર વર્ષે સરેરાશ પંદર ટકાના અંદાજથી રિટર્ન મળે તો 27 વર્ષમાં 3.07 કરોડ રુપિયાનું જંગી ભંડોળ મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી શરુ કરો તો તમારે એક વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમને સૌથી વધુ ફંડ શામાંથી મળે છે.