આજે કરો આ ચમત્કારિક ઉપાય, મા લક્ષ્મી પૈસાથી ભરી દેશે તિજોરી…
શાસ્ત્રોમાં અઠવાડિયાના તમામ વાર કોઈને કોઈ વાર કોઈને કોઈ ભગવાનને સમર્પિત છે અને એ જ અનુસાર આજનો દિવસ એટલે કે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે કે ઉપવાસ-વ્રત આદિ રાખવામાં આવે તો લક્ષ્મી-નારાયણ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોને ક્યારેય સુખ-સમૃદ્ધિ કે ધન-દૌલતની કમી નથી થતી. આજે અમે અહીં તમને આવા જ કેટલાક ગુરુવારે કરવાના હળદરના ચમત્કારિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ગુરુવારના દિવસે કરવાથી મા લક્ષ્મી તમારી તિજોરી પૈસાથી ભરી દેશે, ચાલો જોઈએ કયા છે આ ઉપાય-
જો કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માંગો છો ગુરુવારના દિવસે હળદરનું દાન કરવું જોઈએ. આવું કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે અને ગુરુનો દોષ પણ દૂર થાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જો કોઈ વ્યક્તિ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી હોય તો ગુરુવારના દિવસે એક લાલ કપડામાં હળદરની પાંચ ગાંઠ બાંધીને તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી મા લક્ષ્મીની કૃપા વરસે છે અને આર્થિક સંકટ દૂર થાય છે.
વેપારમાં જો તમે નુકસાનીનો સામનો કરી રહ્યા હોવ તો હળદર અને કેસરનું મિશ્રણ બનાવી લો અને તેનાથી તિજોરી પર સ્વસ્તિક બનાવો. આ રીતે રોજ પૂજા કરવાથી બિઝનેસમાં પ્રગતિ થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કરિયરમાં નિષ્ફળતા મળતી હોય તોગુરુવારના દિવસે પાણીમાં થોડી હળદર મિક્સ કરીને એ પાણીથી સ્નાન કરો. આવું કરવાથી કરિયરમાં આવી રહેલાં અવરોધો દૂર થાય છે.
જો તમે આજે કોઈ મહત્ત્વના કામ માટે જતા હોવ અને એમાં પણ જો ગુરુવારનો દિવસ હોય તો એ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે ગણેશજીની પૂજા કરો. પૂજા દરમિયાન ગણેશજીને હળદરનો ટીકો લગાવો અને ત્યાર બાદ તેમના માથેથી તિલક લઈને પોતાના માથા પર લગાવો. આ ઉપાય કરવાથી ભગવાન ગણેશજી તમામ તમામ વિઘ્નો હરી લેશે અને તમને સફળતા મળશે.