મેદાનમાં ઉતરવા થનગની રહ્યો છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બોલર, કમબેક અંગેની જાણો, અપડેટ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammad Shami) છેલ્લાં કેટલાય સમયથી ઘૂંટણની ઈજાને કારણે મેદાનથી દૂર હતો અને સારવાર લઈ રહ્યો હતો. નવ મહિનાના બ્રેક બાદ હવે શમી કમબેક કરવા માટે એકદમ તૈયાર છે અને તે સંપૂર્ણપણે ફિટ એન્ડ ફાઈન થઈ ગયો છે.
ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બોલર હવે મેદાનમાં પાછો ફરવા માટે થનગની રહ્યો છે, ત્યારે એના કમબેકને લઈને પણ મહત્વનું અપડેટ સામે આવી રહ્યું છે, ચાલો જોઈએ શું છે શમીને લઈન આવેલું આ અપડેટ-
અત્રે ઉલ્લેખનીય છે કે શમી વનડે વર્લ્ડકપ-2023 બાદ એક પણ મેચ રમ્યો નથી. ત્યાર બાદથી જ ઘૂંટણની ઈજાને કારણે તે ગ્રાઉન્ડથી દુર હતો. આ સમયગાળામાં તેની સર્જરી પણ કરવામાં આવી છે. શમી આ ઈજાને કારણે આઈપીએલ અને ટી20 વર્લ્ડકપ નહોતો રમી શક્યો. તે એનસીએમાં રિહેબમાં છે અને નેટ પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. શમી ઘરેલું ટુર્નામેન્ટથી કમબેક કરે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર શમીનો બોલિંગ પ્રેક્ટિસ કરતો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. એવી આશંકા વ્યકત કરાઈ રહી છે કે શમી રણજી ટ્રોફી રમી શકે છે. શમી અને એના નાના ભાઈ મોહમ્મદ કૈફને બંગાળ સ્ક્વોડની સંભવત 31 પ્લેયરમાં સ્થાન આપવામાં આવ્યું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. શમી બંગાળ સામેની પહેલી બે મેચ રમી શકે છે. આ મેચમાં 11મી ઓક્ટોબરથી યુપી સામે અને 18મી ઓકટોબરથી બિહાર સામેની મેચનો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બરમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ઘરેલું ટેસ્ટ સિરીઝ રમશે, જેમાં શમીનું રમવાનું થોડું અઘરું છે. પરંતુ ઓકટોબરમાં ન્યુઝીલેન્ડ સામે પણ ટેસ્ટ સિરીઝ રમાશે, જેમાં શમી રમી શકશે. BCCIના નવા નિયમ અનુસાર ઈજાગ્રસ્ત પ્લેયરે કમબેક કરવા માટે ઘરેલું મેચ રમવું ખૂબ જ જરૂરી છે, જેને કારણે એની ફિટનેસ અને ફોર્મ બંનેને જા રાખવામાં મદદ મળી રહેશે.