લાખના બાર હજારઃ 120 રુપિયાએ પહોંચેલો શેર તળિયે આવી ગયો, કારણ?
મુંબઈઃ શેરબજારમાં તેજી હોય યા મંદી, પરંતુ આંખો બંધ કરીને કે કોઈએ ટિપ આપીને તરત રોકાણ કરવાનું જોખમી છે. સમજી વિચારીને રોકાણ કરવાનું ફાયદાકારક રહે છે. યોગ્ય સમયે યોગ્ય રોકાણ કરવાનું લાભદાયક રહે છે, પણ ફંડામેન્ટલ અને કંપની અંગે પર્યાપ્ત માહિતી જરુરી રહે છે પછી રોકાણ કરવાનું વિચારો. હમણા માર્કેટમાં અનિલ અંબાણી પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો એની સાથે ગ્રુપના શેરના ભાવમાં ગાબડા પડવાનો દોર ચાલુ છે, કારણ કંપની જ નહીં, સમગ્ર ગ્રુપ પર સંકટના વાદળો ઘેરાયા છે. આ અઠવાડિયા દરમિયાન ગ્રુપની સાથે રિલાયન્સ ફાઈનાન્સના શેર પર સૌની નજર રહેશે.
ગ્રુપ પર આવી ગયું સંકટ
વાત કરીએ અનિલ અંબાણીની. અનિલ અંબાણી ગ્રુપની હાઉસિંગ ફાઈનાન્સ સંબંધિત કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડના શેરના ભાવ પર સૌનું ધ્યાન રહેશે. અત્યારે માર્કેટ નિયામક સેબીના ઓર્ડરની સમીક્ષા કરે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ અનિલ અંબાણીને માર્કેટમાં પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે, જેમાં શુક્રવારે શેરનો ભાવ પાંચ ટકા ઘટીને 4.45 રુપિયાએ બંધ રહ્યો હતો.
સેબીએ પ્રતિબંધ મૂક્યો
કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (આરએચએફએલ) સંબંધિત એક કેસમાં સેબીને 11 ઓગસ્ટના વચગાળાના આદેશનું પાલન કરવા માટે અંબાણીએ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને રિલાયન્સ પાવર લિમિટેડના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. છેલ્લા અઢી વર્ષથી સેબીના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સેબીએ અનિલ અંબાણી પર ફાઈનલ ઓર્ડરમાં માર્કેટમાં કામ કરવામાં પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવા સાથે 25 કરોડનો દંડ લગાવ્યો છે.
લેણદેણ પર પણ પ્રતિબંધ
રિલાયન્સ હોમ ફાઈનાન્સ, રિયાલન્સ ગ્રુપની કંપની છે, જેમાં તેઓ ચેરમેન છે. પ્રતિબંધ અન્વયે અનિલ અને અન્ય 24 યુનિટ માર્કેટમાં લેણદેણ કરી શકશે નહીં. પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે પણ કોઈ ખરીદી, વેચાણ અથવા અન્ય પ્રકારની લેણદેણ પર પ્રતિબંધ રહેશે.
ગ્રુપની કંપનીઓ દેવાના દાસ
રિલાયન્સ ગ્રુપમાં અનિલ અંબાણીના ભાગમાં ફાઈનાન્સ, ટેલિકોમ, પાવર સેક્ટર આવ્યું હતું, જ્યારે મોટા ભાઈ મુકેશ અંબાણીના હિસ્સામાં તેલ, પેટ્રોકેમિકલ્સનો કારોબાર હતો. છેલ્લા કેટલાક વર્ષોથી અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓને ફટકો પડ્યો છે, જેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકર દેવામાં ડૂબી ગઈ છે.
17 ઓગસ્ટના 52 સપ્તાહના તળિયે હતો ભાવ
રિલાયન્સ હોમ ફાઈનાન્સ સ્ટોકની વાત કરીએ તો નવ જાન્યુઆરીના શેરનો ભાવ 6.22 રુપિયા હતો, જે 17 ઓગસ્ટ 2023ના 1.61 રુપિયાનો ભાવ હતો, જે બાવન અઠવાડિયાની નીચી સપાટીએ હતો. થોડા વર્ષ પહેલા શેરનો ભાવ 120 રુપિયા હતો. રિલાયન્સ હોમ ફાઈનાન્સમાં પબ્લિક શેરહોલ્ડિંગ 99.26 ટકા છે, જ્યારે પ્રમોટર અનિલ અંબાણી ફેમિલીનો હિસ્સો 0.74 ટકા છે. એલઆઈસીનો મોટો હિસ્સો છે.
(શેરબજારમાં સમજી-વિચારીને રોકાણ કરો. વેબસાઈટને કોઈ રોકાણ સંબંધમાં લેવાદેવા નથી)