Sunday Special: ‘ગબ્બરે’ ક્રિક્રેટને કર્યું અલવિદા, કારણ…
ભારતીય ક્રિકેટ ટીમ માટે 2023નું વર્ષ નિરાશાજનક રહ્યું. વર્લ્ડ કપમાં લાગલગાટ તમામ મેચ જીત્યા પછી છેલ્લે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. એના પછી 2024ના વર્ષમાં ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યું. ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્માએ નિવૃત્તિ જાહેર કરી. એના પછી વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિ જાહેર કરી. એના બીજા મહિનામાં દિનેશ કાર્તિક અને હવે ગબ્બરથી જાણીતા ભારતના ધુરંધર ક્રિકેટર શિખર ધવને સોશિયલ મીડિયા પર નિવૃત્તિ જાહેર કરીને આ વર્ષે એકસાથે પાંચ ક્રિકટરે નિવૃત્તિ જાહેર કરીને નવોદિત ક્રિકેટર માટે માર્ગ મોકળો કર્યો છે, જ્યારે પોતાના સન્માનને જાળવી રાખ્યું છે. એની વાત કરીએ એ પહેલા ગબ્બરે શું કહ્યું છે સોશિયલ મીડિયા પર અને આગામી દિવસોમાં શું પ્લાન હોઈ શકે એની વાત કરીએ.
આઈપીએલમાં રમતા રમતા ઘવાયો
આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ વતીથી રમ્યો હતો, પરંતુ ઘવાયા પછી શરુઆતની પાંચ મેચ રમ્યા પછી અન્ય મેચ રમી શક્યો નહોતો. આઈપીએલમાં શિખર ધવન પંજાબની ટીમનો કેપ્ટન હતો, પણ ઘવાયા પછી સેમ કરેનને જવાબદારી સોંપી હતી. આમ છતાં અન્ય ક્રિકેટરના માફક કદાચ આઈપીએલ 2025માં જોવા મળે તો નવાઈ નહીં. શિખર ધવને સોશિયલ મીડિયા પર નિવૃત્તિ જાહેર કરી છે, પણ આઈપીએલ મુદ્દે જાહેરાત કરી નથી.
ક્રિકેટના અધ્યાયને સમાપ્ત કરું છું…
38 વર્ષના શિખર ધવને વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે હું મારી ક્રિકેટની કારકિર્દીમાંથી નિવૃત્તિ લઉં છું એની સાથે મારી અગણિત યાદોની સાથે સૌના પ્રેમ અને સમર્થન માટે ધન્યાવાદ. જયહિંદ. આગળ લખ્યું છે કે મારા કો તારક સિંહા, મદન શર્મા સહિત અન્ય લોકોનો આભારી છું જેમની પાસેથી ઘણું બધું શીખ્યો છું. શિખર ધવને ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે.
As I close this chapter of my cricketing journey, I carry with me countless memories and gratitude. Thank you for the love and support! Jai Hind! 🇮🇳 pic.twitter.com/QKxRH55Lgx
— Shikhar Dhawan (@SDhawan25) August 24, 2024
દીકરા જોરાવરને નામે લખ્યો મેસેજ
ધવને પોતાની નિવૃત્તિની જાહેરાત કર્યા પછી દીકરા જોરાવર માટે પણ એક મેસેજ લખ્યો છે. ગબ્બરે દીકરાને નામે લખ્યું છે કે તેનો દીકરો એક શ્રેષ્ઠ ક્રિકેટરથી વધારે એક સારી વ્યક્તિ બને. શિખર ધવન ઈચ્છે છે કે દીકરો જોરાવર તેની ક્રિકેટની સફર અને સન્યાંસ અંગે જાણે. પત્ની આયશા મુખરજીને છૂટાછેડા આપ્યા પછી જોરાવરના સંપર્કમાં નથી, જે માતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે.
13 વર્ષની ક્રિકેટની કારકિર્દીને વિરામ
શિખર ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખ્યા પછી શિખરના ચાહકોને આઘાત લાગ્યો હતો. શિખર ધવને એપ્રિલ 2024 આઈપીએલમાં રમ્યો હતો. એના સિવાય 269 મેચમાં 24 ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે વનડેમાં 17 અને ટેસ્ટમાં સાતનો સમાવેશ થાય છે. વન-ડેમાં બેસ્ટ બેટ્સમેન હતો, કારણ કે ક્રિકેટના ઈતિહાસમાં 40થી વધુ સરેરાશ અને 90થી વધુના સ્ટ્રાઈક રેટથી 5,000થી વધુ રન બનાવનાર આઠ ક્રિકેટર (રોહિત અને વિરાટ સિવાય)માં શિખર ધવનનો સમાવેશ થાય છે. આઈપીએલની કારકિર્દીમાં દિલ્હી, મુંબઈ, ડેક્કન ચાર્જર્સ, હૈદરાબાદ અને પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. કોહલી પછી બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ે. 221 ઈનિંગ્સમાં 127.14 સ્ટ્રાઈક રેટથી 6,769 રન બનાવ્યા હતા.
આ વર્ષે 19 ક્રિકેટરે લીધી નિવૃત્તિ
ભારતના પાંચ જાણીતા ક્રિકેટર સિવાય સૌરભ તિવારી, વરુણ એરોન, કેદાર જાધવનો સમાવેશ થાય છે. ભારતીય ટીમના ખેલાડી સિવાય ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન, યુગાન્ડાના કેપ્ટન બ્રાયન મસાબા, નેધરલેન્ડના બેટસમેન સાયબ્રાન્ડ એન્જેલબ્રેચ, દક્ષિણ આફ્રિકાના ડેવિડ વિસે, હેનરિક ક્લાસેન,ન્યૂઝીલેન્ડના કોલિન મુરો અને નિલ વેગનર, ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને ઇંગ્લેન્ડના ઓપનર ડીન એલગારે નિવૃત્તિ જાહેર કરી છે.
નિવૃત્તિ જીવનનો એક ભાગ
ટીમ ઈન્ડિયાને 1983માં વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવ હોય કે માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટના ગોડ સચિન તેંડુલકરે સમય આવે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ વર્ષે એક સાથે ક્રિકેટના ધુરંધરોએ નિવૃત્તિ લીધી છે. સમાજ માટે હીરો બનનારા ક્રિકેટર હોય કે અભિનેતા કે ઉદ્યોગપતિ જ કેમ નહીં. નિવૃત્તિ પણ સમાજનો એક ભાગ છે. પ્રવૃત્તિમય નિવૃત્તિ એ દરેક માટે શ્રેષ્ઠ પાઠ છે. એટલે સમયના પ્રવાહની સામે કરતા પ્રવાહની દિશામાં ચાલવામાં આવે તો સફળતા સમયે મળે છે.