જો Virat Kohli પાકિસ્તાનમાં ચૂંટણી લડે તો… કોણે આપ્યું આવું નિવેદન?
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)ની દુનિયાભરમાં એકદમ તગડી ફેન ફોલોઈંગ છે, પરંતુ વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ માત્ર ભારત જ નહીં પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ તેની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને એનો અંદાજો એ પરથી જ લગાવી શકાય છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ તેના માટે એક એવું શાનદાર નિવેદન આપ્યું છે કે સાંભળીને પાકિસ્તાન જ નહીં પણ ભારતના ફેન પણ એકદમ ખુશીથી ઝૂમી ઉઠશે.
વિરાટ કોહલી જ્યારે પણ સ્ટેડિયમમાં ઉતરે છે, ત્યારે તો સ્ટેડિયમમાં બેઠેલી દરેક વ્યક્તિની દિલની ધડકન એક જ નામ લેતી હોય છે. વિરાટની બેટિંગ જોવા માટે દુનિયાના ખૂણે ખૂણેથી તેના ફેન્સ સ્ટેડિયમ પહોંચે છે અને વિરાટ પણ પોતાના ચાહકોને બિલકુલ નિરાશ કરતો નથી. તેનું શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત તરફ લઈ જાય છે.
આ જ કારણ છે કે વિશ્વભરમાં વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ ખૂબ જ તગડી છે. આશ્ચર્યની વાત તો એ છે કે વિરાટનો આ ક્રેઝ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ છે. વિરાટના ગાંડપણ લઈને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ એવી વાત કહી કે તેનું નિવેદન ખુદ વાયરલ થઈ ગયું છે.
People in Pakistan Loves Virat Kohli.☺️ pic.twitter.com/FzJ865Pvfn
— Nibraz Ramzan (@nibraz88cricket) August 21, 2024
બાસિત અલીએ એક શોમાં કહ્યું કે વિરાટ કોહલીની પાકિસ્તાનમાં જોરદાર ફેન ફોલોઈંગ છે. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જો વિરાટ લાહોર અથવા કરાચીથી ચૂંટણી લડશે તો તે ચોક્કસપણે જીતશે.
જોકે, પાકિસ્તાનમાં લોકો બાબર આઝમને ખૂબ પસંદ કરે છે અને તેની સરખામણી વિરાટ કોહલી સાથે પણ કરવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનમાં એક મોટો વર્ગ એવો છે જે વિરાટ કોહલીને શ્રેષ્ઠ માને છે. પાકિસ્તાન સુપર લીગની મેચમાં પણ ફેન્સ ઘણીવાર વિરાટ કોહલીની જર્સીમાં જોવા મળ્યા છે.