December 20, 2025
મુંબઈ

પશ્ચિમ રેલવેની એસી લોકલમાં બબાલઃ પ્રવાસીએ કરી ટિકિટચેકરની મારપીટ

Spread the love

મુંબઈઃ મુંબઈની એર કન્ડિશન્ડ લોકલ ટ્રેનમાં ટિકિટ ચેકિંગ મુદ્દે પ્રવાસીએ ટીસીની મારપીટ કરી હતી. મારપીટનો વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોમાં પ્રવાસી પાસે ટિકિટ ચેકિંગ કરવા ગયેલી હેડ ટિકિટ ચેકર પર હિંસક રીતે પ્રવાસી તૂટી પડ્યો હતો. આ મામલો વધુ વકર્યા પછી પ્રવાસીએ માફી માગવામાં આવી હતી.
ટિકિટ ચેકિંગ કરનારા સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરવાનો કિસ્સો બન્યો હતો. પશ્ચિમ રેલવેની એસી લોકલમાં પ્રવાસી પાસેથી દંડ વસૂલવાના કિસ્સામાં ટીસી પર હુમલો કર્યો હતો. આ મુદ્દે મુખ્ય ટિકિટ ચેકર જસબીર સિંહે કહ્યું હતું કે શનિવારે આ બનાવ બન્યો હતો. મુંબઈની એસી લોકલ ટ્રેનમાં ત્રણ લોકો ટ્રાવેલ કરી રહ્યા હતા. આ ત્રણ લોકો પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ હતો, પરંતુ આ પાસને કારણે એસી લોકલમાં ટ્રાવેલ કરવાની પરવાનગી હોતી નથી. જ્યારે અમે દંડ વસૂલવાનું કહ્યું તો અનિકેત ભોસલે નામના પ્રવાસીએ વિવાદ કરવાનું શરુ કર્યુ હતું અને એના પછી મારપીટ પર ઉતરી આવ્યો હતો.
જોકે, એસી લોકલ બોરીવલી પહોંચી ત્યારે ટ્રેનમાંથી ઉતરવાનું કહ્યું હતું, પરંતુ એને ઉતરવાની મનાઈ કરી હતી અને પછી મારપીટ કરી હતી. મારા કપડાં ફાડી નાખ્યા હતા. એને મારપીટ કરી એમાં અન્ય પ્રવાસી પાસેથી વસૂલ કરવામાં આવેલો દંડ ગુમાવ્યો હતો. ટ્રેનને રોકી દેવામાં આવ્યા પછી આરપીએફ અને રેલવે પોલીસને બોલાવવામાં આવી હતી. બોરીવલીથી આગળ તેમને છેક નાલાસોપારામાં ઉતારવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાના હતા, પરંતુ ભોસલેએ પોતાની ભૂલ માની લીધી હતી અને દંડના ગુમાવેલા પૈસા પણ આપ્યા હતા અને અધિકારીઓની માફી માગી લીધી હતી, એમ ટીસીએ જણાવ્યું હતું.
આ મુદ્દે અનિકેત ભોસલેએ કહ્યું કે કેસ નોંધાતા પોતાની નોકરીને અસર થઈ શકે છે. આ મુદ્દે મુખ્ય ટિકિટચેકર જસબીર સિંહે કહ્યું કે ભોસલેએ લેખિતમાં માફી માગ્યા પછી ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો. અનિકેત ભોસલેને તો ટીસી અને રેલવે પોલીસે છોડી દીધો, પરંતુ એના અંગે હવે રાજકારણ ગરમાયું છે.


જસબીર સિંહની મારપીટના કિસ્સામાં પંજાબના શિરોમણી અકાલી દળે સોશિયલ મીડિયા પર ટીસીની મારપીટ કરનારા યુવક સામે કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં પણ સોશિયલ મીડિયા પર આરોપીની ટીકા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!