શેર યા સવાશેરઃ 35 રુપિયાથી 2,250 રુપિયાની સપાટી પાર કરી સ્ટોકે…
કોરોના મહામારી પછી સ્ટોકમાર્કેટમાં રોકાણ કરનારાની સંખ્યામાં વધારો થયો છે, જ્યારે સ્ટોકમાર્કેટના ઈન્ડેક્સમાં પણ અભૂતપૂર્વ તેજી રહી છે. માર્કેટમાં રોકાણ કરનારા લોકોને ફાયદો પણ થયો છે, જ્યારે અમુક લોકોને નુકસાન પણ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મહત્ત્વની લેવાલીને કારણે મોટાભાગના સ્ટોકમા સારું એવું વળતર મળ્યું છે, પરંતુ એની વચ્ચે એક સ્ટોકે ચાર વર્ષમાં રોકાણકારોને ન્યાલ કરી દીધા છે. વાત કરીએ એવા શેરની જે ચાર વર્ષ પહેલા 35 રુપિયાનો ભાવ હતો, જે 2,250 રુપિયાની સપાટી પણ જોઈ છે.
ગ્રેવિટા ઈન્ડિયાના શેરમાં રોકાણકારોએ ધૂમ રોકાણ કર્યું છે. છેલ્લા બે સત્ર દરમિયાન ગ્રેવિટા ઈન્ડિયાના શેરના ભાવમાં 24 ટકા વધારો થયો છે, જે 2,250 રુપિયાનો ભાવ પાર કર્યો છે, જ્યારે શેરના ભાવ એક વર્ષમાં નવી સપાટી પાર કરી શકે એવો નિષ્ણાતોએ પણ દાવો કર્યો છે.
વીતેલા શુક્રવારે ગ્રેવિટા ઈન્ડિયાના શેરનો ભાવ 13.51 ટકા વધીને 2,213 રુપિયાની સપાટીએ બંધ થયો હતો, જેનો ભાવ ટ્રેડિંગ દરમિયાન 2,310 રુપિયાએ પણ રહ્યો હતો. હજુ આ શેરનો ભાવ બાવન અઠવાડિયાની ઊંચી સપાટીએ છે. સપ્ટેમ્બર 2023માં સ્ટોકનો ભાવ 708 રુપિયા હતો, જે બાવન હપ્તાની સૌથી નીચે સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ બે વર્ષમાં 545 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ત્રણ વર્ષમાં સ્ટોકમાં 958 ટકાનું રિટર્ન મળ્યું છે.
ગયા અઠવાડિયા દરમિયાન ગ્રેવિટા ઈન્ડિયા શેરે ત્રણ દિવસમાં 24 ટકાનું રિટર્ન આપ્યું હતું, જ્યારે ત્રણ દિવસમાં શેરનું વોલ્યુમ 10,852થી વધીને 2,41,241 રહ્યું છે, જ્યારે ડિલિવરી વોલ્યુમ 3,283થી 80,686એ પહોંચ્યું છે. સ્મોલ કેપ જાયન્ટ્સ શેરનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ વધીને 15,274 કરોડની સપાટીએ રહ્યું છે.
ઈલેક્ટ્રિક વાહનો અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સમાંથી બેટરીની વધતી જતી માંગથી માર્કેટમાં વિકાસમાં વધારો થવાની ધારણા છે. જોકે, લીડ એક માત્ર એવી ધાતુ છે જેને તેની ગુણવત્તા પર કોઈ પણ પ્રકારની અસર કર્યા વિના ઘણી વખત રિસાઈકલ કરી શકાય છે. તેથી રિસાઈકલ લીડનું ઉત્પાદન પ્રાથમિક કરતાં વધી રહ્યું છે, જેની બજાર વૃદ્ધિ પર હકારાત્મક અસર થવાની ધારણા છે એવી કંપનીના અધિકારીએ અપેક્ષા વ્યક્ત કરી હતી. માર્કેટમાં સ્ટ્રોંગ ફંડામેન્ટલ હોવાને કારણે એક તરફી લેવાલી રહી છે, પરંતુ આગામી દિવસોમાં કેવું વલણ રહે એ તો રોકાણકારે પોતાની માન્યતા અનુસાર રોકાણ કરવાનું હિતાવહ રહી શકે એમ નિષ્ણાતે જણાવ્યું હતું.
કોરોના મહામારી 2020માં ગ્રેવિટા ઈન્ડિયાનો ભાવ 35 રુપિયા હતો, જે ચાર વર્ષમાં તો સ્ટોકે છપ્પર ફાડ કે છલાંગ લગાવવી છે. નિષ્ણાતોના તારણ અનુસાર કંપની ભારતમાં રિસાઈકલિંગ બિઝનેસ છે. ગ્રેવિટા ઈન્ડિયા લીડનું પ્રોસેસિંગ, એલ્યુમિનિયમનું પ્રોસેસિંગ, ટ્રેડિંગ (સીસુંનું ઉત્પાદન અને એલ્યુમિનિયમ સ્ક્રેપ) અને ટર્ન-કી રિસાઈકલિંગ પ્રોજેક્ટ પણ છે. નોન ફેરર્રસ મેટલ્સ (સ્મોલ કેપ) ગ્રેવિટા ઈન્ડિયા લિમિટેડની સાથે અન્ય સ્ટ્રોંગ કંપનીમાં હિંદુસ્તાન ઝિંક, હિન્દાલ્કો અને હિંદુસ્તાન કોપરની શ્રેણીના શેરમાં આવે છે. માર્કેટમાં કોઈ પણ રોકાણ કર્યા પહેલા નિષ્ણાત અને યોગ્ય એનાલિસીસ કર્યા પછી રોકાણ કરવાનું ફાયદાકારક છે.
(અહીં આપેલી માહિતી ફક્ત એક વિશ્લેષણ અનુસાર છે, જેને વેબસાઈટ સાથે કોઈ લેવાદેવા નથી)