July 1, 2025
નેશનલ

Happy 78th Independence Day: PM Modiએ દેશને 96 મિનિટ સુધી સંબોધીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો

Spread the love

આજે મોદીએ કઈ પાઘડી પહેરી અને વિશેષતા શું છે એ પણ જાણો
PM Modi
દેશ આજે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીએ તિરંગો ફરકાવીને દેશવાસીઓને શુભકામનાઓ આપી. વડા પ્રધાન તરીકે પણ સૌથી વધુ વખત તિરંગો ફરકાવવામાં પણ નરેન્દ્ર મોદીએ સન્માન મેળવ્યું છે. આ અગાઉ દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુજીને અવસર મળ્યો હતો. આજે મોદીએ દેશવાસીઓને આઝાદીના પર્વની શુભેચ્છાઓ આપી એની સાથે સૌથી વધુ સમય સુધી દેશવાસીઓને સંબોધીને પોતાનો ભૂતકાળનો રેકોર્ડ તોડ્યો હતો. પીએમ મોદીએ અત્યાર સુધીના 10 વખતના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરી ચૂક્યા છે, જેમાં એક વખત ફક્ત એક કલાકથી વધુ સમય બોલ્યા હતા. આમ છતાં આજે પીએમ મોદી પૂરી 96 મિનિટ લાલ કિલ્લા પરથી બોલીને દેશવાસીઓને સંબોધ્યા હતા.


આજના ભાષણમાં પીએમ મોદીએ મહિલાઓની સુરક્ષા સહિત બાંગ્લાદેશમાં રાજકીય સંકટ સહિત અન્ય આફતોના ઉકેલ સહિત દેશના વિકસિત ભારત કઈ રીતે બનાવવો એના અંગા વાત કરી હતી. આમ છતાં આજના ભાષણમાં સૌથી વધુ વખત દેશને સંબોધીને જૂના તમામ રેકોર્ડ તોડ્યા હતા. 2014માં 65 મિનિટ બોલ્યા હતા, ત્યારબાદ 2015માં 86 મિનિટ, 2016માં 96 મિનિટ, 2017માં 56 મિનિટ, 2018માં 82 મિનિટ, 2019માં 93 મિનિટ, 2020માં 86 મિનિટ, 2021માં 88 મિનિટ, 2022માં 83 મિનિટ, 2023માં 90 મિનિટ બોલ્યા હતા. આમ છતાં આ તમામ રેકોર્ડથી આગળ વધીને પીએમ મોદીએ આજે 98 મિનિટ બોલીને દેશવાસીઓને વિકસિત ભારત બનાવવા માટે અનુરોધ કર્યો હતો.
પીએમ મોદીની પાઘડીનું છે વિશેષ મહત્ત્વ
PM Modi Paghadi
દર વર્ષે નરેન્દ્ર મોદી જે પાઘડી પહેરે એની વિશેષતા અલગ જ હોય છે, જેના પર સૌનું ધ્યાન કેન્દ્રીત રહે છે. આજે પણ મોદીએ સફેદ કૂર્તો-પાયજામા અને બ્લુ કલરની કોટી પહેરી હતી, જ્યારે માથા પર નારંગી કલર સાથે લીલા અને પીળા રંગની પાઘડી પહેરી. દર વર્ષે મોદી અલગ જ પાઘડી પહેરતા હોય છે. ગયા વર્ષે પણ પીએમ મોદીએ મલ્ટિ કલરની બાંધણી પ્રિન્ટની રાજસ્થાની પાઘડી પહેરી હતી. જોકે, પીએમ મોદીની પાઘડીમાં ખાસ કરીને ઓરેન્જ કલરની ખાસ છાંટ હોય છે.
પીએમ મોદી 2014માં પહેલી વખત સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારે મોદીએ રાજસ્થાનની સંસ્કૃતિની ઝલક આપતી પાઘડી પહેરી હતી. રાજસ્થાનની પાઘડીમાં ઓરેન્જ, યલો અને ગ્રીન કલર સામેલ હતો, જે ભારતના ઉત્સવ અને ઉલ્લાસનું પ્રતીક છે. આ ડિઝાઈન ખાસ કરીને ભારતની પરંપરાને નિર્દેશ કરે છે.
2015ના કાર્યકાળ વખતે પીએમ મોદીની પાઘડીમાં મલ્ટિ કલરના ક્રિસ ક્રોસ લાઈન હતી. પાઘડીમાં પીળા રંગ સિવાય લાલ અને ગાઢ લીલા રંગનો પણ સમાવેશ હત, જે વધુ આર્કષક રંગે જમાવટ કરી હતી. 2016માં સ્વતંત્રતા દિવસે ગુલાબી અને પીળા રંગ લાઈવ ટાઈ-ડાઈ પાઘડી પહેરી હતી. મલ્ટિ કલરની પાઘડીમાં અનેક રંગોનું મિશ્રણ હતું. ટાઈ-ડાઈ પાઘડીમાં સ્વતત્રતા દિવસની ભાવનાની છાપ પ્રતીત કરી હતી. 2017માં પીળી પાઘડી પહેરી હતી, જે રાષ્ટ્રીય ગૌરવની ઝાંખી પ્રતીત કરી હતી. પીએમ મોદીએ 2018માં લાલ પેટર્નથી સજ્જ આકર્ષક ભગવા પાઘડી પહેરી હતી. રેડ કલરની પાઘડી ખાસ કરીને બલિદાન અને સાહસનું પ્રતીક છે. 2019માં પીએમ મોદીએ ભારતની શાનદાર કલાત્મક વિરાસતને ઉજાગર કરતી પાઘડી પહેરી હતી. 2020માં ભગવા અને ક્રીમ કલરની પાઘડી પહેરી હતી, જ્યારે ખભા પર ઓરેન્જ અને સફેદ કલરનો ખેસ પણ રાખ્યો હતો, જે દેશના મહત્ત્વનો મિશ્રણ હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!